વાંકાનેર: દિઘાલીયામાં ખેડૂતે માલધારીને વાડીમાં ઢોર બહાર કાઢવાનું કહેતા ખેડૂત પર હુમલો

વાંકાનેર: દીઘલિયાની સીમમાં ખેડૂતની મગફળી વાળી જમીનમાં માલધારી રજા વગર ઢોર ચારતો હતો તેમને ઢોર બહાર કાઢવાનું કહેતા માલધારી ઉશ્કેરાય જઈને ખેડૂત ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. માલધારીએ ખેડૂતને લાકડીએથી મારીને ભાગી ગયો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામના ખેડૂત શેરસિયા જાવેદ અલીભાઈ (ઉ.વ.35) આજે ઇદે મિલાદ હોય સવારે ઇદે મિલાદની ઉજ્જવણીમાં મસ્જિદ જઈને ફ્રી થતા વાડી પર આંટો મારવા ગયા હતા. ત્યારે પોતાની વાડીમાં મગફળી વાળામાં રજા વગર દલડી ગામનો માલધારી ભરવાડ રૂડા ડાયા તેમના ઢોર ચારતો હતો અને મગફળી બીટતો હતો તેમને ખેડૂતે રોકતા અને ઢોરને બહાર કાઢી લેવાનું કહેતા માલધારી ઉશ્કેરાઈ જઈને ખેડૂતને ગાળો આપી લાકડીઓ મારી લીધી હતી. ખેડૂતને માથામાં, ચહેરા ઉપર ઇજા થઇ હતી તેમજ એક ફેક્ચર થયું હોવાની માહિતી મળી છે.

આ ઇજાગ્રસ્ત ખેડૂતે ફોન કરીને લોકોને બોલાવ્યા હતા અને લોકોએ ૧૦૮ મારફત ઇજાગ્રસ્તને વાંકાનેરની ખાનગી દેલવાડીયા હોસ્પિટલમાં તેમને ખસેડયો હતો. માલધારી હુમલો કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ સમાચારને શેર કરો