વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાની ગામ પંચાયતની થયેલી ચૂંટણીની મતગણતરી અમરસિંહ હાઇસ્કુલ ખાતે સવારે ૯ વાગે શરૂ થઇ છે.
આજે સવારે 9 વાગ્યે સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ કાઢીને 24 RO ને આપવામાં આવી છે. એકી સાથે ૨૪ ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઇ છે એમનું પરિણામ લગભગ સાડા દસથી અગિયાર વાગ્યાની આસપાસ આવવાની શક્યતા છે. તમામ ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ લગભગ પાંચથી છ વાગ્યે પૂર્ણ થવાની શક્યતા છે.
ચૂંટણી પરિણામો જાણવા માટે કપ્તાન નું ફેસબુક પેજ લાઈક કરો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 99044 30003 પર hi લખીને મેસેજ કરો….