Placeholder canvas

RNBનો મોતિયો ઉતરાવો પડશે: એકાદ મહિનાથી વાંકાનેર-રાજકોટ રોડ પર માટીનો ઢગલો પડ્યો છે !

વાંકાનેર: વાંકાનેર કુવાડવા સ્ટેટ હાઇવે પર અમરસર ફાટકથી થોડું આગળ સિંધાવદર તરફ રોડ પર એક માટીનો ઢગલો લગભગ એકદમ મહિનાથી પડ્યો છે, પહેલી નજરે એવું લાગે કે કોઈ ખનીજ ચોર ડમ્પરમાં માટી ભરીને નીકળ્યો હશે અને તેમને કંઈક જોખમી લાગતા ડમ્પરમાં રહેલી માટી રસ્તા પર ઠળવીને જતો રહ્યો હોય !

આ માટીનો ઢગલો લગભગ એકાદા મહિનાથી સ્ટેટ હાઇવે ઉપર પડ્યો છે આમ છતાં આરએનબીના કોઈ અધિકારીને કે એસ.ઓ.ને આ ઢગલો દેખાતો નથી ! આ ઢગલો રોડ ઉપર એવી રીતે પડ્યો છે કે જેમના કારણે એક સાઇડનો અડધો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી અહીં ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. શું આર એન બી કોઈ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે ? કે પછી આરએનબીના જવાબદાર અધિકારીઓની આંખમાં મોતિયો આવી ગયો છે ! જેથી આ ઢગલો તેમને એકાદા મહિનાથી પડ્યો હોવા છતાં દેખાતો નથી.

વાંકાનેરના ખાટલે મોટી ખોટ એ છે કે આવા કામચોર અને ગુટલી બાજ અધિકારીઓને આંખમાં વારંવાર આવી જતા મોતિયાને ઉતારી શકે તેવા સક્ષમ ડોક્ટર (આગેવાન) નથી, જેમના કારણે આવા અધિકારીઓને વાંકાનેરમાં રેઢા રાજમાં જલશા હી જલસા છે !! ભૂતકાળમાં આવા ઢગલાઓ અને મોટા પડી ગયેલા ખાડાના કારણે અકસ્માત થયાના ઘણા બધા બનાવ છે, આમ છતાં આ તંત્ર સુધારવાનું નામ નથી લેતું અને આગેવાનો લોકોને પડતી મુશ્કેલીનો નિવારણ માટે કંઈ કરતા નથી કે પછી કરી શકવાની તેમની ત્રેવડ નથી જે હોય તે પણ પ્રજા પરેશાન છે. આગેવાનો સૂતા છે, અધિકારીઓને જલસા છે. જોઇએ આ પોસ્ટ પછી તંત્ર જાગે છે કે તેને જગાડવા કોઈ આગેવાન…

આ સમાચારને શેર કરો