RR સેલને રાજ્ય સરકારે કર્યો નાબૂદ, પોલીસની વર્દી પર લગાવાશે કેમેરા

CM રૂપાણી એ જણાવ્યું હતુ કે, કાયદો-વ્યવસ્થા સારી હશે તો વિકાસ સરળ બનશે. ભૂતકાળમાં કોમી તોફાનો જોયા છે. જમીનના ભાવ વધતા લેન્ડ ગ્રેબિંગના કેસ અને સાયબર ક્રાઈમ વધ્યા છે.

ઉત્પાતિઓને પાસા કાયદાથી અંકુશમાં લેવાયા છે. “લેન્ડ ગ્રેબિંગ, સાયબર ક્રાઈમ, ગુંડા એક્ટ પસાર કર્યો” છે. ખોટા દસ્તાવેજો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદો બનાવવા અધિકારીઓને છૂટ અપાઈ છે. ACBમાં અનેક સવલતો ઉભી કરાઈ છે. ભ્રષ્ટાચારના દૂષણને સંપૂર્ણ નષ્ટ કરવાનું છે. આવક કરતા વધુ મિલકતના કેસમાં તપાસ જરૂરી છે. કેસ દાખલ કરતા 8 મહિના જેટલો સમય લાગે છે. ACBને અલગ વકીલ, CA આપવામાં આવ્યા છે.

લેન્ડ ગ્રેબિંગમાં થશે તપાસ
લેન્ડ ગ્રેબિંગમાં 7 દિવસમાં FIR થવી જોઈએ. 15 દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ 10 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે. લેન્ડ ગ્રેબિંગ કેસની અસર 6 મહિના બાદ દેખાશે.

રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો છે.
CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, પોલીસ જ ભક્ષક બને તે ક્યારેય ન ચલાવી શકાય, પોલીસના લોકો ગુનેગારોને મદદ ન કરે અને RR સેલની કોઈ જરૂર નથી. રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો છે. 1995થી RR સેલ ચાલી રહ્યો હતો. SPને વધુ પાવર આપવામાં આવશે. સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. તમામ રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. બજેટમાં સાયબર પોલીસ સ્ટેશનની સંખ્યા વધારાશે.

કેમેરા નેટવર્કને ત્રિનેત્ર નામ આપવામાં આવ્યું
કેમેરા નેટવર્ક ઉભુ કર્યું છે હવે ગુનેગાર છટકી ન જાય તેની વ્યવસ્થા કરી લીધી છે અને આ કેમેરા નેટવર્કને ત્રિનેત્ર નામ આપવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરી શકશે અને પોલીસ જવાનોને કેમેરા અપાશે જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. વર્દી પર કેમેરા લગાવવામાં આવશે. પોલીસકર્મીઓની વતર્ણૂક સુધારવા પહેરાશે. પોલીસ વિરુદ્ધ ખોટી ફરિયાદો પણ થાય છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, વિધાનસભામાં ભૂમાફિયા વિરુદ્ધ કાયદા લાવ્યા છીએ અને કાયદાની અમલવારી કડક કરાઈ છે. ACBમાં ટેક્નિકલ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. “લેન્ડ ગ્રેબિંગ મુદ્દે CM અવારનવાર બેઠક કરતા હતા”ગુજરાત સરકાર નિર્ણાયક સરકાર છે.

R R CELLનું કામ શું હોય?
ગુજરાતના દરેક જિલ્લામાં આર.આર.સેલ અને રેન્જ સ્ક્વોર્ડ હોય છે
રેન્જ IGના સીધા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ કામ કરે છે
3 કે 4 જિલ્લા મળીને ગુજરાતમાં એક રેન્જ બનાવવામાં આવી છે
રેન્જના વડા IGP કક્ષાના અધિકારી હોય છે
ત્રણ-ચાર જિલ્લાના મળીને બનેલા રેન્જ વિસ્તારમાં આર.આર.સેલ કામ કરે છે
કોઈ ગંભીર ગુનાના ડિટેક્શનનું કામ IGP સેલના અધિકારીને સોંપે છે
નશીલા પદાર્થોના વેપાર-નિયમન અંગે પણ સીધી કામગીરી આર.આર.સેલ કરે છે
રેન્જમાં ચાલતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ વિશે આર.આર.સેલ કાર્યવાહી કરે છે
પોલીસ સ્ટેશનની પહોંચ ન હોય તેવા ગુનાઓ આર.આર.સેલ ડિટેક્ટ કરતા હોય છે.

R R સેલ બંધ કેમ થયો?
એક મહિના પહેલા આણંદના એક ઉદ્યોગગૃહ પર દરોડા થયા હતા
દરોડા રેન્જ IGના માર્ગદર્શનમાં R R સેલએ કર્યા હતા
દરોડા દરમિયાન સેટલમેંટ માટે ઉદ્યોગ પાસેથી લાંચ માગવામાં આવી હતી
સેટલમેંટના અંતે RR સેલના પોલીસકર્મીએ 50 લાખમાં સેટિંગ કર્યું હતું
ઉદ્યોગે 50 લાખ માગ્યાની જાણ ACBને કરી હતી
ACBએ છટકું ગોઠવ્યું તો RR સેલના કોન્સ્ટેબલ 50 લાખ લેતા પકડાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી લાંચ લેતા આ કોન્સ્ટેબલ પકડાયો હતો. પોલીસ અધિકારીઓનો ખાસ કોન્સ્ટેબલ પકડાતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો. ગુજરાત સરકાર માટે પણ આત્મમંથન કરવા જેવી આ ઘટના હતી. આણંદની આ ઘટના પછી સરકારે આત્મમંથન કર્યું અને હવે RR સેલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •