Placeholder canvas

12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ભરી શકાશે

રાજ્યમાં હાલ ગાઈડલાઈન સાથે અમુક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ એક પછી એક કોરોનાના કેસ પણ નોંધાઈ રહ્યા છે જો કે, સામે પક્ષે કોરોનાની રસી ગોતાઈ ગઈ છે અને રસીકરણના કાર્યક્રમ પણ શરૂ થઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓનું આખુ વર્ષ કોરોનાને કારણે લગભગ ઘરે જ વીત્યું છે એવામાં ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહને લઈે મોટી જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાને લઈ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે. કે 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આ અંગેનું ફોર્મ ભરી શકશે.

www.gseb.org. આ વેબસાઈટ પર બોર્ડે નક્કી કરેલી પરીક્ષા ફી સાથે ફોર્મ ભરી શકાશે.

આ સમાચારને શેર કરો