રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને જીવનને બદલે HIVનું દાન?

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં ફસાયું છે. બેદરકારીને કારણે એક માસૂમની જીંદગી જોખમમાં મૂકાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હોસ્પિટલે લાપરવાહી પૂર્વક થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV વાળુ બ્લડ ચડાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

બ્લડ રિપોર્ટ પણ લઈ ગયા હતા
કોંગ્રેસ નેતાઓએ સિવિલ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ આ અંગે હોસ્પિટલમાં જઈ રજૂઆત કરી હતી. બાળકના પરિવાર સાથે કલેક્ટર કચેરી પહોચી આ અંગે રજૂઆત કરી હતી. એટલું જ નહીં સાથે બ્લડ રિપોર્ટ પણ લઈ ગયા હતા.

શું છે મામલો?
રાજકોટ સિવિલમાં 14 વર્ષના બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. મે 2020 સુધી બાળક HIV નેગેટિવ હતો પણ જાન્યુઆરી 2021માં 14 વર્ષના બાળકોનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોંગ્રેસના નેતા બાળકાના બ્લડ રિપોટ્ર સાથે રાજકોટ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે આશ્રેપ કર્યા હતા કે, રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે જ થેલેસિમિયા ગ્રસિત બાળક હવે જીવલેણ HIVનો પણ ભોગ બન્યો છે.
કોરોનાની મહામારીમાં બાળકોને સિવિલમાંથી ચઢાવાતું હતુ લોહી
રાજકોટમાં જિલ્લામાં 500 થી 700 જેટલા થેલેસેમિયાથી પીડિત બાળકો છે. આ બાળકોને મહિનામાં બે-ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે. ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણના ભય લીધે અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં લોહી ચડાવવાની સારવાર બંધ કરવામાં આવી હતી. જેથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડતી નહી. આ સ્થિતિમાં કલેક્ટર રેમ્યા મોહનને થેલેસિમિયા પીડિત બાળકો માટે સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને આધીન જિલ્લાના તમામ થેલેસિમયાથી પીડિત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામા આવી હતી.

આ અંગે બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં દરરોજ થેલેસેમિયા પીડિત 20 થી 30 બાળકોને લોહી ચડાવવામાં આવે હતુ. બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન સામાન્ય રીતે કોઈ તકલીફ તો પડતી નથી. તેમ છતાં આ પ્રક્રિયા દરમિયાન બાળકોની સતત દેખરેખ રાખવી પડતી હોય છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •