skip to content

કચ્છના ગામોમાં મુસ્લિમોનો બહિષ્કાર કરવા હાકલ, અપાયું ‘દેશવિરોધી’ નામ

29 મી જાન્યુઆરીએ સીએએના વિરોધીમાં ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ બંધના એલાન બાદ કચ્છના નવાનગર અને રત્નાલ ગામોમાં મુસ્લિમ વિરોધીઓની ભાવનાને પકડમાં લેવામાં આવી છે. કચ્છના એક ભાજપ નેતાએ વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કર્યો હતો કે, બંધમાં ભાગ લેનારાઓને હોટલોમાં ખાવા માટે આવવા દેવા નહિં. નવાનગરમાં એક મુસ્લિમ વેન્ડરને શાકભાજી વેચતા અટકાવવામાં આવ્યા હતા. જ્યારે આ બંધમાં ભાગ લેનારાઓને વાહન પણ પાર્ક નહિં કરવા માટેની ચેતવણી આપી હતી.

પ્રથમ વખત આવું બન્યું છે કે, ભારતમા આટલા મોટા પાયે સરકાર વિરોધી નારાજગી જોવા મળી રહી છે. વિવાદાસ્પદ નાગરિકત્વ કાયદાના વિરુદ્ધ નિર્બળ વિરોધીઓ ગલીઓમાં ઉતરી રહ્યા છે. મુસ્લિમો વિરોધ પ્રદર્શનમાં આગળ રહ્યા છે, કારણ કે તેઓ મંત્રીઓ દ્વારા ઉશ્કેરણીજનક ભાષણો અને તેમના પર જવલેણ હુમલાઓ થતા હોય છે, તેમની ધાર્મિક ઓળખની નિવેદનની સામે સામાજિક અત્યાચારના જોખમે પણ વધતા જઈ રહ્યા છે. 29 જાન્યુઆરીએ CAAના વિરોધમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ભારત બંધનું એલાન અપાયા બાદ કચ્છમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યુ છે. કચ્છના ગામોમાં હવે મુસ્લીમોના સામાજીક-આર્થિક બહિષ્કારના એલાન અપાતા તંત્ર ચોંકી ઉઠયું છે અને આગામી દિવસોમાં આ ટ્રેન્ડ આગળ વધે તો મોટો સામાજીક ખતરો સર્જાઈ શકે છે. કચ્છના નવાનગર બને. રત્નાલ ગામમાં અત્યંત મજબૂત મુસ્લીમ વિરોધી રોષ પ્રસરી રહ્યો છે. ભાજપના એક સ્થાનિક નેતાએ વોટસએપ પર વાયરલ કરેલા સંદેશામાં લોકોનો મુસ્લીમોનો વ્યાપારી-આર્થિક બહિષ્કાર કરવા તેમના રેસ્ટોરામાં ભોજન વિ. માટે નહી જવા અને મુસ્લીમોની દુકાનોની ખરીદી નહી કરવા જણાવાયું છે.

અહી મુસ્લીમોને રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રદ્રોહી તરીકે ગણાવતા ભગવા અંતર લાગ્યા છે. શાકભાજીના એક નાના દુકાનદારને તેનો ધંધો બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

વાસ્તવમાં દેશમાં નાગરિકતા વિરોધી જે જુવાળ છે તે પણ વ્યાપક છે. દેશના યુપી સહિતના રાજયોમાં જે રીતે અનેક નેતાઓ મુસ્લીમ વિરોધી વિધાનો કર્યા છે તેનાથી પણ આ પ્રકારના વિચારને વેગ મળે છે. ખાસ કરીને કચ્છમાં મુસ્લીમોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવી ચાર ઘટનાઓ બની છે. આ બન્ને ગામમાં મુસ્લીમોની વસતિ નથી તેથી તેઓને ગામમાં પ્રવેશબંધી લાદવામાં આવી છે. રત્નાલ એ રાજયના મંત્રી વાસણભાઈ આહીરનું વતન છે. અહી 6000ની વસતિમાં મુખ્યત્વે આહીર વસે છે અને અન્ય દલિતો તથા રબારીએ અહી થોડા દિવસ પુર્વે ‘જયશ્રીરામ’ લખેલા ભગવા બેનર પણ દેખાયા હતા અને લખવામાં આવ્યું કે, જેઓ દેશે ટેકો આપતા ન હોય તેણે આ ગામમાં પ્રવેશવુ નહીં તેવું લખાયુ હતું અને અખિલ ભારતીય દેશ રક્ષક સંઘના નામ હેઠળ મુકાયા હતા.

જો કે વાસણ આહીર આ સમગ્ર સ્થિતિથી તેઓ માહિતગાર નહી હોવાનું જણાવે છે, તો સ્થાનિક પીઆઈ ડી.એમ.ઝાલા કહે છે કે હું તપાસ કરી રહ્યો છું પણ અને કોઈ આ પ્રકારના બેનર નજરે ચડયા નથી. જયારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ તમામ પાછળ આરએસએસ ભાજપ હોવાનો આક્ષેપ કર્યો છે.આ વિતરણમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિતરક્ષક સમીતીના ઈબ્રાહીમ હાર્લઆંતરા કહે છે.

અમોને આ ખ્યાલ છે પણ પરિસ્થિતિ વણસે નહી તે જોવા માંગીએ છીએ. અમોએ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીને ફરિયાદ કરી છે. કચ્છ ભાજપના નેતા ભરત સંઘવી સ્વીકારે છે કે મને પણ અનેક ગ્રુપમાંથી આ પ્રકારના સંદેશ મળ્યા છે પણ એ તેને ફોરવર્ડ કર્યા નથી પણ ડીલેટ કર્યા છે. અમો મુસ્લીમ બહિષ્કારમાં માનતા નથી.

આ સમાચારને શેર કરો