skip to content

મોરબી: જમીન પચાવી પાડવાના ગુનાહમાં રાજકેાટના વકીલની ધરપકડ: જામીન પર છુટકારો.

મોરબીના ઘુંટુ રોડ ઉપરની કિંમતી પાંચ વીઘા જમીન પચાવી પાડવાના ઇરાદે જમીન માલીકને ધાકધમકી આપીને છરી બતાવી જમીન ખાલી કરવાની ધમકી આપવાનેા ગુનો નેાંધાયેા હતેા જેમાં અગાઉ ચારની ધરપકડ બાદ ગઇકાલે રાજકેાટના એડવેાકેટની ધરપકડ બાદ આગેાતરા જામીન હેાય છુટકારેા કરાયેા હતો.

મોરબી શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાસે ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા મણીલાલભાઇ હીરજીભાઇ વરમોરા જાતે પટેલએ મેારબી બી ડિવિજન પેાલીસ મથકે થેાડા દિવસેા પહેલા રાજેશભાઈ મેરામભાઈ ડાંગર જાતે બોરીચા, જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયા જાતે બોરીચા રહે. બંને ખાખરાળા તથા શરદભાઇ પરશોતમભાઇ ભાલોડીયા જાતે પટેલ રહે.રાજકોટ જીવરાજ પાર્ક, ભાવેશભાઇ રાયસીંગભાઇ વાંક જાતે બોરીચા રહે. ફડસર મોરબી તથા રાજકેાટના હરીસિંહ વાઘેલા નામના ઇસમેા સામે ફરીયાદ નેાંધાવિ હતી.

તેઓએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેએા તેમના નાના ભાઈ કિશોરભાઇની જુના ઘુંટુ રોડ ઉપર સોનેટ સીરામીકની બાજુમાં આવેલ જમીન પાસે બૈઠા હતા ત્યારે સ્કોર્પીયો કારમાં ચાર લેાકેા આવ્યા હતા અને તેમને તથા સાહેદોને કહેલ કે આ જમીન રાજકેાટના હરીસિંહ વાઘેલાની માલીકીની છે અને હરીસિંહે અમને તેમની જમીનમાં ચોકીદાર તરીકે રાખેલ છે. તેથી તમે આ જમીન ખાલી કરી જતા રહેજો તેમ કહી ભૂંડી ગાળો આપી રાજેશ ડાંગરે છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ પાંચેય આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી.

ફરિયાદ નોંધાતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસે જેતે સમયે રાજેશ ડાંગર, જીતેન્દ્ર ગજીયા, ભાવેશ વાંક અને શરદ ભાલોડીયાની અટકાયત કરેલ છે અને રાજકેાટના એડવેાકેટ હરીસિંહ વાઘેલાની શોધખોળ ચાલુ કરી હતી.દરમ્યાનમાં ગઈકાલે એડવોકેટ હરીસિંહ મનુભા વાઘેલા દરબાર રહે.મવડી મેઈન રોડ રાજકોટવાળા આગોતરા જામીન સાથે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે રજૂ થતાં તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરાએ તેઓની ધોરણસર અટકાયત કરી હતી જોકે હરીસિંહએ કેાર્ટમાંથી આગોતરા મેળવેલ હેાય તેઓને જામીન ઉપર મુક્ત કરાયા હતા તેમ પેાલીસ સુત્રેાએ જણાવેલ છે.

આ સમાચારને શેર કરો