જો તમને તાવ આવતો હોય તો 104 માં કોલ કરો અને ઘરબેઠા મફત સારવાર મેળવો

જો કોઇપણ વ્યક્તિ ને તાવ આવતો હોય તો તેમને ઘર બેઠા મફત સારવાર મળી શકે છે.જેમાં મફતમાં નિદાન કરિને દવા પણ મફતમાં આપવામાં આવે છે.

જો કોઈ પણ વ્યક્તિને તાવ આવતો હોય તો પ્રાઇવેટ માં સારવારના મોટા ખર્ચા થી બચવા માટે તેઓને માત્ર 104 માં ફોન કરીને તેની સંપૂર્ણ વિગત લખવાની રહે છે. ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારી તમારા ઘરે આવશે, તપાસે જરૂર પડ્યે બ્લડ સેમ્પલ લઇ અને લેબોટરી કરવા પણ લઈ જશે અને તમામ દવા મફતમાં આપી જશે. લેબોટરીનો રિપોર્ટ આવ્યા બાદ તે રિપોર્ટ મુજબની વધારાની દવા પણ તમને ઘરે આવીને આપી જશે.

આ યોજના ગુજરાત સરકારની છે.તે અમીર અને ગરીબ બધા માટે, ગુજરાતમાં વસતા કોઈપણ વ્યક્તિ માટે છે. તેમનું કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. માત્ર 104 નંબરમાં ફોન કરવાનો છે અને તે ફોન નું પણ કોઈ ચાર્જ નથી. જેથી જરૂર વાળા દર્દીઓએ ૧૦૪ નો લાભ લેવો…(કપ્તાન દ્રારા જનહિતમા પ્રસિધ્ધ)

🤝🤝🤝🤝🤝🤝🤝🤝

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો