વાંકાનેર,મોરબી અને ટંકારામાં એકથી દોઢ ઇંચ વરસાદ

વાંકાનેર: આ પંથકમાં થોડા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયુ છે. મોરબી, વાંકાનેર અને ટંકારામા સવારે એકથી દોઢ ઇંચ વરસાદ પદી ગયો છે. જ્યારે હળવદ અને માળિયામા વરસાદ વાવળ નથી.

મેઘરાજા અગાઉ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઓળધોળ થઈ ગયા હતા. જોકે ત્યારબાદ મેઘરાજાએ વિરામ લઈને આજે ફરી વરસવાનું શરૂ કર્યું છે. આજે સવારે 4 થી 8 વાગ્યા સુધીમાં વાંકાનેરમા 27 મિમી, મોરબીમાં 28 મિમી અને ટંકારામા 27 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને માળિયા બન્ને કોરાધાડ રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકાના ખેરવા પંથકમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે અને આજે સવારે પણ ત્યાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે. જેના કારણે આસોઇ નદીમાં સારા એવા પાણીની આવક થઈ છે.

આ સમાચારને શેર કરો