Placeholder canvas

વાંકાનેર: વાંકીયા દૂધ મંડળીના ટેસ્ટરના પુત્ર એઝાઝ શેરસિયાએ સી.એ.ની પરીક્ષા પાસ કરી.

એઝાઝ શેરસિયા એવા પરિવારમાંથી આવે છે કે તેમના પરિવાર પાસે માત્ર બે વીઘા જમીન છે, મમ્મી પપ્પા ખેત મજુરી કામ કરે છે.

મહેનતનો કોઈ વિકલ્પ નથી…. આ કહેવતને વાંકીયા ગામના એક મોમીન યુવાને સાર્થક કરી બતાવી છે. વાંકીયા ગામમાં ખેતમજૂરી અને ડેરીમાં ટેસ્ટર તરીકે કામ કરતા નઝરૂદીનભાઈ શેરસિયા પાસે માત્ર બે વીઘા જમીન છે. બે વીઘા જમીનમાં પરિવારનું ગુજરાન ન ચાલે જેથી પોતે ટેસ્ટર તરીકે અને તેમના પત્ની અન્ય ખેડૂતને ત્યાં મજૂરી કરે અને નઝરૂદીનભાઈ ડેરીનું કામ પતાવીને પોતાની નાની ખેતી સાંભળે આમ પરિવારનું ગુજરાન ચલાવે…

નઝરૂદીનભાઈના પરિવારની માધ્યમ આર્થિક સ્થિતિ પરંતુ પતિ-પત્નીની બન્નેની ઈચ્છા હતી કે પોતે અત્યારે તો ભારે મહેનત કરીને જીવન ગુજારે છે, પણ તેમના સંતાનને આવી મજૂરી ન કરવી પડે એટલે ‘પેટે પાટા બાંધી’ને બંને જણાએ ખૂબ મહેનત કરીને તેમના દીકરાને ભણાવ્યો તેમનો દીકરો પણ એવો કે બસ લાગી પડ્યો… દસમું પાસ કર્યું, બારમું પાસ કર્યું અને કોલેજ પૂરી કરીને આ નાના ઘરના દીકરાએ મોટુ સ્વપ્નું જોયું કે મારે સી.એ. બનવું છે.

આ યુવાન એટલે વાંકિયાના નઝરૂદીનભાઈનો દીકરો એજાજએહેમદ શેરસીયા આવું મોટું સ્વપનું સાકાર કરવા માટે ભારે મહેનત કરવી પડે એમાં તો આ યુવાન પાછો પડે તેમ ન હતો. પરંતુ સી.એ.ની પરીક્ષાની તૈયારી કરવા માટેની બુકસ (ચોપડા)ની ખૂબ ઊંચી કિંમત હોય છે તે એઝાઝે મેનેજ કરી લીધુ, એમને મીત્રોએ માર્ગદર્શન આપ્યું અને જરૂરી મદદ પણ કરી એજાજ ને તો આટલું જ જોઈતું, એમને મહેનત કરવામાં ક્યારે પાછી પાની ન કરી બસ તેમનું સી.એ બનવાનું સ્વપનું હંમેશા તેની આંખોમાં વસેલું રહેતું અને તેમને કોઈ પણ ભોગે સાકાર કરવું હતું…

આખરે તેમની મહેનત રંગ લાવી ગત તારીખ 13/09/2021ના રોજ સી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું એમાં વાંકિયા ગામનો આ યુવાન શેરસીયા એજાજએહમદ નઝરૂદીનભાઈ પાસ થઈ ગયો… અહીંયા એજાજે એ પુરવાર કરી બતાવ્યું છે કે ગમે તેવી મુશ્કેલ પરીક્ષા પણ મજબૂત મનોબળ અને દ્રઢ ઇચ્છા શક્તિ સાથે દિલથી કરેલી મહેનતથી સફળતા મેળવી શકાય છે.

મારે તો ભણવુ છે પણ મારી પાસે પૈસા નથી, આવા રોદણા રોતા વિદ્યાર્થીઓને અને નાના ઘરના વિધાર્થીને એજાજે મેસેજ આપ્યો છે કે તમારી પાસે પૈસા ભલે ન હોય પણ મહેનત કરવાની તૈયારી અને દ્રઢ ઇચ્છા શક્તિ હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઇ શકો છો.

વાંકીયા દૂધ મંડળીમાં ટેસ્ટર તરીકેની કામગીરી કરતા સી.એ.એજાજ શેરસીયાના પિતા નઝરૂદીનભાઈ શેરસીયા

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાંથી અત્યાર સુધીમાં કુલ ચાર વિદ્યાર્થીઓએ સી.એ.ની પરીક્ષા પાસ કરેલ છે. આ ચારે ચાર વિદ્યાર્થીઓ વાંકાનેરના મોમીન સમાજમાંથી આવે છે. જેમાં એજાજઅહેમદ શેરસીયા 23 વર્ષની ઉમંરે સૌથી નાની વયે સી.એ. બન્યા છે. આજે એજાજને તેમના મિત્રો, સગા સગા સબંધીઓ અને સમાજના યુવાનો તેમના મોબાઈલ નં. 97232 47166 પર અભિનંદન પાઠવી રહયા છે.

કપ્તાન પરિવાર તરફથી C.A.એજાજએહમદ અને તેમના પરિવારને ખૂબ ખૂબ મુબારક બાદી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/Gk6wcRoQ98U1g3YM7Bm3qb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો