વાંકાનેર-મીતાણા રોડ ઉપર હણખણી પાસે નવા બનેલા નાલામાં પડ્યું ગાબડું

વાંકાનેર: વાંકાનેર – મીતાણા રોડ પર અરણીટીંબા પાટિયા પાસે તાજેતરમાં બનેલા નાલામાં ગાબડું પડ્યું છે.

મીતાણા રોડ ઉપર હણખણી પાસે આ નાલુ બે થી ત્રણ મહિના પૂર્વે જ બનેલું છે. તાજેતરમાં થયેલા સામાન્ય વરસાદમાં નાલાની બાજુની માટી બેસી ગઈ છે અને મોટો રોદો પડી ગયેલ છે. તેમજ નાલાના એક છેળાના ભાગ પર આરસીસીનું કામ પણ તૂટી ગયું છે. ત્યારે આ નાલાનું કામ કેવું થયું છે? લોકો સવાલો પુછે છે.

આ રોડ પરથી પસાર થતા લોકો જોગ

વાંકાનેર મીતાણા રોડ પર પસાર થતા રાહદારીઓને જાણ કરવામાં આવે છે કે હણખણી પાસે નાલામાં મોટું ગાબડું પડી ગયું હોવાથી ત્યાંથી સંભાળીને પસાર થવું અન્યથા એક્સિડન્ટ થવાની શક્યતા રહેલી છે. આ એક્સિડન્ટમાં તમારા કેળના મણકા અને મોટરસાયકલના જમ્પરમાં નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે, જેથી રાહદારીઓએ સાથે પૈસા લઈને જ અહીંથી પસાર થવું…

કેટલાક લોકોનું કહેવું છે કે અમને આ નાલા પાસેના ગાબડાની ખબર નહોત અને ત્યાંથી પસાર થયા અમો માંડ માંડ બચ્યા છી. આવી પરિસ્થિતિ હોવા છતાં આ બાબતે હજુ સુધી કોઇ રજુઆત થઈ નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ નિંદ્રાધીન છે જેથી લોકોએ અહીંયા સાવચેતીથી ચાલવુ અને પોતાની જાતને સુરક્ષિત રાખવી એ તેમના હિતમાં છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •