Placeholder canvas

ચોટીલા: બંધ ટ્રક રિપેર કરતા ડ્રાઇવર માથે આઇશર ચડાવી દેતા ડ્રાઇવેરનું મોત

ચોટીલા પાસે મઘરીખડા ગામના પાટીયા પાસે ટ્રકનું રીપેરીંગ કરી રહેલા બંધ ટ્રક પાછળ ધડાકા ભેર આઇસર ટકરાતા ટ્રકને રીપેરીંગ કરી રહેલા ડાઈવર નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ વધી રહી છે ત્યારે વાહનના ચાલકો બેફામ રીતે વાહનો ચલાવી અને માનવ જિંદગીને હણી રહ્યાનું પુરવાર થઈ રહ્યું છે ત્યારે સાયલા ચોટીલા હાઇવે ઉપર આવેલા મઘરીખડા ગામના પાટીયા પાસે પોતાના બંધ ટ્રકને રીપેરીંગ કરી રહેલા ડાઈવરને પાછળથી આઇસરના ચાલકે ધડાકા ભેર માથે ચડાવી અને ટ્રકના ડાઈવરને ઘટના સ્થળે મોત થયું હતું.

જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા મઘરી ખડા ગામના પાટીયા પાસે સાયલા નેશનલ હાઈવે ઉપર બંધ પડેલા ટ્રક ને રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે બંધ ટ્રક ના ડાઈવરને પાછળથી આવી રહેલા આઇસર ના ચાલકે આ ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા ઘટના સ્થળે જ ગંભીર ઇજા સાથે ટ્રક ડાઈવર નું મોત નીપજ્યું છે. તાત્કાલિક અસરે ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચારને શેર કરો