Placeholder canvas

વાંકાનેર: સ્વરાજ ડેરીમાં ‘બિઝનેશ અવરનેશ મીટ -2023’ શાનદાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: સ્વરાજ ડેરીમાં સ્વરાજ બિઝનેશ અવરનેશ મીટ -2023 એક શાનદાર કાર્યક્રમનું આયોજન થયુ હતું. જે સ્વરાજ પરિવાર તથા સ્વરાજ નેટવર્ક માટે ગૌરવની ઘડી છે. આ કાર્યક્રમમાં વાંકાનેર અને કુવાડવા વિસ્તારના વિવિધ વસ્તુનું વેચાણ કરતાં વેપારી મિત્રોને મિટિંગમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વરાજ ડેરી તરફથી આપવામાં આવ્યું હતું. આ તમામ વેપારી મિત્રોએ ખૂબ જ એકાગ્રતાથી મિટિંગને માણી હતી, વેપારી મિત્રો ઉપરાંત અગ્રગણ્ય મહેમાનો, પત્રકાર મિત્રો, સ્વરાજ ડેરી પરિવારના તમામ સભ્યો મળી કુલ 850 જેટલા સભ્યોએ હાજરી આપી મિટિંગને માણી હતી.

આ મિટિંગમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કંપનીના ડિરેકટર નેશિફ શેરસિયાએ કર્યું તેમજ ઉપસ્થિત મહેમાનો જેમ કે નજરુદ્દીન બાદીએ સ્વરાજ ડેરીની વાસ્તવિકતા અને પડકારની સરસ વાત કરી હતી, તો કપ્તાન ન્યૂઝના તંત્રી અયુબ માથકિયા એ સ્વરાજ ડેરીના પ્રોડક્ટની ગુણવત્તા અને સ્વરાજ પરિવારના સાહસને બિરદાવ્યું હતું અયુબભાઈની સાથે ચક્રવાત ન્યૂઝના યુવા પત્રકાર અરબાઝ બાદી પણ ઉપસ્થિત રહ્યા હતા, સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાન શેરસિયાએ તેમના શાનદાર પ્રવચનમાં લોકોને મોહી લીધાં હતાં અને લોકોને ભેળસેળ વાળી વસ્તુથી બચવાનું આહવાન કર્યું હતું. તેમજ સ્વરાજ ડેરીના પ્રોડક્ટ્સ અને તેની ગુણવત્તા ઉપર સંપૂર્ણ ભરોસો મુકવા કહ્યું હતું, કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનોને સ્વરાજની યાદ રૂપે એક સરસ ગિફ્ટ અર્પણ કરી હતી,તેમજ ચંદ્રપુરના રહીશ ઉસમાનભાઈ મરડીયા એ એક ગ્રાહક તરીકે શાનદાર અભિપ્રાય આપ્યો હતો. અને અંતમાં સ્વરાજ માર્કેટિંગ હેડ દાનીશ શેરસિયાએ સ્વરાજ પરિવાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો..આ શાનદાર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ગની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મિટિંગ પૂર્ણ થયા પછી સૌએ સાથે મળી સાત્વિક ભોજન લઈ બધાં છુટા પડ્યા હતા. કદાચ વાંકાનેર, કુવાડવા વિસ્તારના ગ્રામ્ય વેપારી મિત્રો માટે આ પ્રથમ પ્રયાસ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ મિટિંગમાં ઉપસ્થિત દરેક મહેમાનોનો સ્વરાજ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો