મોરબી કંડલા હાઈવે પર અમરેલી ગામના પાટિયા પાસેથી પશુ ભરેલ બોલેરો પકડાય

મોરબી કંડલા હાઈવે પરથી અમરેલી ગામના પાટિયા નજીકથી પશુ ભરેલ બોલેરો કારને ઝડપી પાડી બે શખ્સોને ને અટક કરી તેની પાસેથી છરી પણ મળી આવી હોય જેથી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી કંડલા હાઈવે અમરેલી ગામના પાટિયા નજીક વિસીપરા જવાના રસ્તે બોલેરો જીજે ૧૨ બીવી ૩૭૦૦ શંકાસ્પદ જણતા પોલીસે તેને રોકી તલાસી લેતા તેમાંથી જીવિત પાંડા નંગ-૧૫, પાડી નંગ-૧ એમ કુલ જીવ નંગ-૧૬ કીમત રૂ.૧૬૦૦૦ તથા છરી નંગ-૧ મળી કુલ કીમત રૂ.૩,૬૬,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી અલીશા હુશેનશા શેખ રહે-અંજાર શેખ ટીંબો અને અલીભાઈ કાસમભાઈ કટારીયા રહે-રાજકોટ વાળા હાજર મળી આવતા તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી ઈસ્માઈલશા જમલાશા શેખ રહે-અંજાર હાજર નહિ મળી આવતા શોધખોળ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે તો આ મામલે મોરબી તાલુકા પોલીસે પશુ પ્રત્યે ધાતકીપણાની કલમ ૧૧(૧)(ડી), (ઈ),(એફ) તથા જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો