વાંકાનેર અને ચોટીલાના વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતો ફરતો શખ્સ સાયલાથી ઝડપાયો

મોરબી : મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વાકાનેર સીટી પો.સ્ટે. તથા ચોટીલાના વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપી વિષ્ણુભાઇ ભરતભાઇ કુકવાવા ઉ.વ.૨૦ રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર હાલ રહે.બાવળા, શાંતિકળસ સોસાયટી જી.અમદાવાદ વાળાને સાયલા બાયપાસથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે સોંપેલ છે.

આ સમાચારને શેર કરો