Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર પાસે લોડર ઊભું રાખવાનું કહેતા ૫ ઇસમોએ બોલેરો ચાલકને લમધાર્યો !!

વાંકાનેરના ચંદ્રપુર ખાતે લોડર ઊભું રાખવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા ૫ ઇસમોએ બોલેરો ચાલકને ઢોરમાર માર્યો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા હરેશભાઈ બટુકભાઈ પરમારે આરોપી ઇકો ચાલક જાહીદભાઈ, ગુલાભાઈ અને સમ્રાટ હોટલવાળા અલીભાઈ, ભુરો તથા જાહીદભાઈ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૦ ના બપોરના ચાર વાગ્યાના અરસામા તેઓ હડમતાળા ખાતે ભેંસ ઉતારી પરત વાંકાનેરથી તેમના ઘર તરફ આવતા હતા.એ સમયે સમ્રાટ હોટલ સામે પહોચતા બોલેરોની ખાલી સાઈડ આઈસર પાર્ક કરેલ હોય જેથી ખાલી સાઈડ તરફથી બોલેરો ચલાવી નીકળવા જતા સામેથી એક લોડર ચાલક તેનુ લોડર ચલાવી આવતા હરેશભાઈએ તેને લોડર ઊભુ રાખવાનું કહ્યું હતું. જેથી લોડર ચાલકે તેની સાથે બોલાચાલી કરેલ કરી હતી અને આ દરમિયાન તેમની પાછળ ઇકો ફોરવીલ GJ-36-F-1899 ના ચાલક જાહીદભાઈએ ત્યાં હરેશભાઈ પાસે આવી મારી સાથે ગાળાગાળી કરી હતી. અને સ મ્રાટ હોટલવાળા ત્રણેય આરોપીઑ ઝઘડો કરવા આવ્યા હતા. જેથી હરેશભાઈએ તેમની બોલેરો ચલાવી ઘર તરફ જવા નીકળી ગયા હતા.

એ સમયે તેમની પાછળ ઇકો ચાલક જાહીદભાઈ તથા તેની સાથે અન્ય આરોપીઓ ઇકોમા હરેશભાઈ પાછળ પીછો કરી બોલેરોને ઓવરટેક કરી ચંદ્રપુર ખાતે અલંકાર હોટલ આગળ પોતાની ઇકો કારને લઈ આવી બોલરો આગળ રસ્તા વચ્ચે અટકાવી દીધી હતી. અને આરોપીઓએ ઇકો ચાલક જાહીદભાઈ અને સમ્રાટ હોટલવાળા અલીભાઈ, ભુરો તથા જાહીદભાઈ ઇકોમાથી નીચે ઉતરી તેના હાથમા રહેલ લોખંડનો પાઈપ હરેશભાઈના માથાના ભાગે જમણી બાજુ માર્યો હતો. તેમજ લાફા મારી તેમના ગળામા લુંગી રાખી પકડી રાખી ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ માર્યો હતો.
આ મારામારી હરેશભાઈના ઘર સામે બનેલ હોય જેથી તેના સગાવહાલા દેકારો સાંભળી બહાર નીકળી ત્યાં આવતા જોઈ જતા આ લોકોએ ત્યાંથી ઇકો ચલાવી નાસી ગયા હતા. જે બાદ આરોપી ગુલાભાઈ ત્યાં આવ્યો હતો અને તેને પણ હરેશભાઈને માર માર્યો હતો. જેથી હરેશભાઈના પરિવારજનોએ ગુલાભાઈને સમજાવતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો