Placeholder canvas

બોર્ડની પરીક્ષા બે અઠવાડિયા પાછી ઠેલાઈ,14 માર્ચને બદલે 28 માર્ચે લેવાશે.

શિક્ષણ વિભાગનો નિર્ણય: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, બે અઠવાડિયા પાછી ઠેલાઈ

રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો છે. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસ વધ્યા છે.

ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, એવામાં હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા પર પડી છે. સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો