Placeholder canvas

સીંધાવદરના સરપંચ અને પેનલના સભ્યોને વિજય બનાવનાર અને સહયોગ આપનાર સૌનો આભાર

અમોને સીંધાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમોને સરપંચમા તેમજ અમારી પેનલમાં ઉમેદવારી કરનાર દરેક વોર્ડના સભ્યોને મત આપીને અમોને જે સન્માન સાથે વિજય અપાવનાર અને તેમાં સહયોગ આપનાર સૌનો અમો દિલથી આભાર માનીએ છીએ…

આ સીંધાવદર-વિડીભોજપરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમોને મદદ કરનાર વડીલ આગેવાનો, સાથીઓ, યુવા કાર્યકરો, ટેકેદારો સ્નેહીઓ, શુભેચ્છકો અને ખાસ કરીને સીંધાવદર અને વીડી ભોજપરા ગામના મતદારોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અમો આ તમામના ઋણી છીએ. જે અમોને હંમેશા યાદ રહેશે, આપ સૌનો ફરી એકવાર દિલથી આભાર…

અમો માત્ર દિલથી આભાર માનીને અમારી ફરજ પુરી થઇ એવું માનનાર નથી, ખરેખર અહીંથી અમારી વિશેષ જવાબદારી શરૂ થાય છે. સીંધાવદર અને વિડીભોજપરા ગામના મતદારોએ અમોને આ બન્ને ગામના લોકોના અને બંને ગામના વિકાસના કામોમાં માટેની જે જવાબદારી સોંપી છે તે અમો ખરા ખંતથી ઈમાનદારીપૂર્વક નિભાવિશુ તેમની અહીં ખાતરી આપીએ છીએ…

ખરેખર તો ભોજપરા અને સિંધાવદર ગામના મતદારોએ જે અમારા ઉપર વિશ્વાસ રાખીને જે પ્રેમ આપ્યો છે તે “આભાર” ના માત્ર ત્રણ અક્ષરના એક શબ્દથી તેમનું ક્યારેય ઋણ ઉતારી ન શકાય, જેથી સીંધાવદર અને વિડીભોજપરા ગામના અમારા સમજદાર અને વિશ્વાસુ મતદારોના આ પ્રેમને અમો સદા યાદ રાખીશું… આ બન્ને ગામના લોકોના કામો અને ગામના વિકાસ માટે અમારી તમામ તાકાત લગાવીને અમારી પર મતદારોએ મૂકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરી શું… અમની ખાતરી આપીએ છીએ…

અમોને વિશ્વાસ છે કે અમારે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આ બંને ગામના માત્ર મતદારો જ નહીં સમગ્ર ગામલોકોનો અમને આવો જ સાથ સહકાર મળતો રહેશે… સાથો સાથ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારી સામે ચૂંટણી લડેલા તમામ આગેવાનો પાસે પણ ટહેલ નાખ્યે છીએ કે ચાલો આપણે ચૂંટણી અને રાજકારણને ભૂલીને આપણા ગામનો અને ગામના લોકોનો શક્ય બને તેટલા વધુમાં વધુ કામ કરીએ. અમો તેવોની પાસે પણ સાથ-સહકારની અપેક્ષા રાખીએ છીએ…

🙏 આભાર 🙏 શુક્રિય 🙏 🙏Thank you 🙏

સૂફીયાબાનું મંહમદલતીફ પરાસરા (સરપંચ)
-ઇસ્માઇલ મામદભાઈ પરાસરા (IMP)

આ સમાચારને શેર કરો