Placeholder canvas

કાળા ઘઉં પછી હવે બજારમાં આવ્યા બ્લુ ઘઉં !! બ્લુ ઘંઉની ખેતીમાં છે મબલક કમાણી…

બદલાતા સમય મુજબ જે ખેડૂત નીતનવા પ્રયોગ કરે છે તેઓ ચોક્કસ સફળતા સાથે સાથે તગડી કમાણી પણ કરી શકે છે. આજે ઘણાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળ્યા છે તો કેટલાક ખેડૂતો જૂના પાકની નવા પ્રકારની ખેતી કરીને તગડી કમાણી કરે છે.

ખેતીમાંથી સારી આવક મેળવવા માટે આજનો ખેડૂત નવા નવા પ્રયોગ કરતો થયો છે. આ જ કારણ છે કે પહેલા કરતાં હવે વધુ સફળ ખેડૂતોની કહાનીઓ સામે આવી રહી છે. નવા નવા પાક પર ખેડૂત વધુ ધ્યાન આપી રહ્યો છે. તેવામાં મધ્યપ્રદેશના ખેડૂતોએ બ્લુ રંગના ઘઉંનું ઉત્પાદન શરું કરી દીધું છે. આ બ્લુ રંગના ઘઉંની ખેતી ખેડૂતોને ખૂબ જ સારી કમાણી કરાવી રહી છે. વિદેશમાં પણ આવા ઘઉંની માગ સતત વધી રહી છે. બ્લુ રંગના ઘઉંનો ઉપયોગ સતત વધી રહ્યો હોવા સાથે એક્સપોર્ટનો ઓર્ડર પણ મળવાના શરું થઈ ગયા છે.

બ્લુ રંગના ઘઉંના ફાયદા: માનવામાં આવે છે કે બ્લુ રંગના ઘઉં આરોગ્યની બાબતે વધુ ફાયદાકારક છે. આવા ઘઉંના ગુણો વિશે જણાવતા નિષ્ણાતે કહેવું છે કે, બ્લુ રંગના ઘઉં કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ શુગર લેવલ સાથે શરીરમાંથી વસા ઓછી કરવામાં પણ મદદરુપ છે. બ્લુ રંગના ઘઉંથી બનેલી બેકરી આઇટમ, રોટલી બ્રેડ અને બિસ્કિટનો રંગ પણ બ્લુ રંગનો હોય છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. મોટા શહેરો સાથે વિદેશોમાં બ્લુ રંગના ઘઉંની ડિમાન્ડ સતત વધી રહી છે.

કેવી રીતે થાય છે બ્લુ રંગના ઘઉંની ખેતી? – અત્યાર સુધી બ્લુ રંગના ઘઉંની ખેતી વિશે કોઈ ખાસ પ્રકાર કે વિધિ સામે આવી નથી. પરંતુ માનવામાં આવે છે કે આવા ઘઉંની ખેતી સામાન્ય ઘઉંની ખેતીની જેમ જ કરવામાં આવે છે.

ફક્ત આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોવાથી તેની માગ વધુ છે અને તેના કારણે તેનો ભાવ વધુ મળે છે. જોકે ખેડૂતો આવા ઘઉંની ખેતીથી નવી ક્રાંતિ કરીને તગડી કમાણી કરી શકે છે. તો આ તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર પ્રદેશના ભદોહીમાં બ્લુ રંગના ઘઉંની ખેતી કરવામાં આવે છે. કાળા ઘઉંની ખેતીમાં સફળતા મળ્યા પછી ખેડૂતો હવે બ્લુ ઘઉંની ખેતી તરફ વળ્યા છે.

આ સમાચારને શેર કરો