skip to content

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નંડા ત્રણ વર્ષ પૂર્વે ટંકારાની મુલાકાત થઈ તાજી…

By Jayesh Bhatasna -Tankara

ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નંડા ની ટંકારા ત્રણ વર્ષ પહેલાંની મુલાકાત થઈ તાજી દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારાને વંદન માટે પધાર્યા હતા. સાદગી અને સહજ રીતે સમાજસેવા એજ સદગુણને માનનાર નંડા પરીવાર આર્યસમાજથી પ્રભાવિત છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગત પ્રકાશ નંડા ની વરણી થતા વર્ષ 2017 મા ટંકારા મુલાકાત તાજી થઈ છે ત્યારે તેઓ કેન્દ્રના સાંસદ મંત્રી હતા અને આર્ય સમાજથી પ્રભાવિત હોય
વૈચારિક કાંન્તીના જનક મહાન સમાજ સુઘારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે કેન્દ્ર પ્રધાન જે પી નંદ્દા આવી પહોંચ્યા હતા.

જયા ગુરૂકુળના આચાર્ય રામદેવજી. રમેશભાઈ. હસમુખજી એ ટ્રસ્ટની પધ્ધતિ થી વાકેફ કરી માહિતગાર કર્યા હતા જન્મ કક્ષ અને વિશાળ સમાજમા મંત્રી શ્રી હાલીને લટાર મારી હતી અને સાત્વિક ભોજન પણ આરોગ્યૂ હતુ. આ તકે રાજકોટ ના રાજુભાઈ ધુવ્ર ટંકારાના ભાજપ આગેવાન કાર્યકરો અને મામલતદાર ટીડીઓ ફોજદાર સહીતના હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો