ટંકારા: વિચરતી વિમુક્ત જાતિઓ માટે આધારકાર્ડ સહિતની તમામ પ્રકારની કામગીરી માટે ખાસ કેમ્પનું આયોજન

By Jayesh Bhatasna -Tankara

ટંકારા: વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાની રજુઆતને ધ્યાનમાં રાખીને વિચરતી જાતિઓની પરિસ્થિતિ જોતાં તારીખ:3/1/2020 ના રોજ મોરબી જિલ્લા કલેક્ટર શ્રી જે બી પટેલની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાના પેન્ડિંગ કામો માટે vssm સાથે બેઠક યોજી હતી.

આધારકાર્ડ કઢાવવા માટે પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને કલેકટરના હુકમથી તારીખ:24/1/2020 શુક્રવાર અને તારીખ:25/1/2020 શનિવારના રોજ મોરબીમાં વિચરતી વિમુક્ત જાતિઓ માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં તારીખ:7/2/2020 શનિવારના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત વિચરતી વિમુક્ત જાતિઓ માટે આધારકાર્ડ માટેના તમામ પ્રકારની કામગીરીના કેમ્પનું સ્પેશિયલ આયોજન

આ સમાચારને શેર કરો