skip to content

વાવાઝોડું ‘બિપરજોય’ દરિયામાં ભયાનક રીતે આગળ વધશે…

દરીયાકાંઠાના તમામ જિલ્લામાં તંત્ર એલર્ટ

ગુજરાત દેશમાં સૌથી મોટો 1600 કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં આગામી બે-ત્રણ દિવસમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.મહત્વનુ છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેશનના કારણે ‘બિપરજોય’ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.

જામનગર,વેરાવળ,અમરેલી સહીતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.દ્વારકાનો દરિયો તોફાની બનતા 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા.ઉપરાંત માંગરોળ સહીતના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને જે માછીમારો પરત ફરી ચૂક્યા છે તેની બોટને કિનારે લાવી દેવામાં આવી છે.કચ્છના કંડલા બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પરંતુ કંડલા,મુન્દ્રા જેવા મહાબંદરો પર હજુ સુધી કોઇજ અસર દેખાઈ નથી. જો કે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે.

આ સમાચારને શેર કરો