skip to content

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં સદસ્ય અને અધિકારી વચ્ચે બોલી બઘડાટી.!

મોરબી : જિલ્લા પંચાયતના સભાખડમાં આજે કારોબારી બેઠક મળી હતી.જેમાં સદસ્યોએ રોડ સહિતના વિકાસકામો માટે દરખાસ્ત કરી હતી. રોડ રસ્તા અને ગ્રામ પંચાયત કચેરીના કામો સહિત 11 એજન્ડાઓ મંજુર કરવામાં આવ્યા હતા. સિંચાઈના કામ બાબતે અધિકારી ગાંઠતા ન હોવાના પ્રહાર કરતા સદસ્ય અને અધિકારી વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી.

મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક મળી હતી. જેમાં કારોબારી સમિતિના તમામ સભ્યો હાજર હતા. આ કારોબારી બેઠકમાં રોડ રસ્તા સહિતના વિકાસ કામો માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ એજન્ડાની ચર્ચા બાદ પ્રમુખપદેથી આવેલ બે તથા 11 એજન્ડાઓને મજુર કરવામાં આવ્યા હતા. જેમાં ટંકારા તાલુકાના ગજડી, રોહિશાળા, સાવડી તથા મોરબી તાલુકાના કાનપુર, બેલા-રંગપર બગથળા તેમજ વાંકાનેર તાલુકાના ચાંચડિયા, પંચસિયા, ગારીડા, રાજગઢ, ગ્રામ પંચાયતની બિલ્ડીંગના કામ, તેમજ હળવદ તાલુકાના દેવીપુર, ધનાળા, નવાં કડીયાણા, વાંકાનેર તથા ટંકારામાં સુવિધાપથ યોજના હેઠળ રોડના કામો મંજુર કરવામાં આવ્યા હતા અને ધૂળકોટમાં ચેકડેમના કામને બહાલી અપાઈ હતી.

આ કારોબારીમાં જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ હુબલ અને સિંચાઈ અધિકારી ઉપાધ્યાય વચ્ચે ખાસ્સી એવી ઉગ્ર ચર્ચા થઇ હતી. જેમાં સદસ્યએ સિંચાઈ અધિકારી હાજર રહેવાના દિવસે હાજર ન રહેતા હોવાનું અને કામ બાબતે સદસ્યોને ગાંઠતા નથી તેમજ યોગ્ય જવાબ ન આપતા હોવાથી આ અધિકારી સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામા આવી હતી. જ્યારે સિંચાઈ અધિકારીએ હું તમને એકને જવાબ દેવા બંધાયેલો નથી મારે બીજા પણ અગત્યના કામો હોય છે, તેવુ કહેતા. જેથી બન્ને વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી.અને કારોબારી સદસ્યોએ ડીડીઓને રજૂઆત કરી આ અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો