મોરબી: નવા બસ સ્ટેશનમાંથી ડ્રાઇવર-કંડકટર દારૂ બીયરના જથ્થા સાથે પકડાયા

મોરબી પોલીસે બાતમીના આધારે નવા બસ સ્ટેશનના વર્કશોપ ખાતે રેડ કરી હતી જ્યાં બસ ડાઈવર તથા કંડકટર વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે પકડાયા હોય બંને વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.

મોરબીના શનાળા રોડ ઉપરના નવા બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપ પાસે મોરબી એ ડિવિઝન પોલીસે બાતમી આધારે રેડ કરી હતી કે જ્યાં નાથાભાઈ ગૌતમભાઈ ડામોર આદિવાસી (ઉંમર ૪૫) રહે.તલાદરા સંતરામપુર જી.મહિસાગર નામનો એસટી ડ્રાઇવર તેમજ અરવિંદ હિરજી ચરપોટ આદિવાસી (ઉમર ૪૩)રહે.માડીની વાડી જાલોદ જી.દાહોદ નામના કન્ડકટરના કબ્જામાંથી પોલીસને વિદેશી દારૂના વીસ ચપલા કિંમત રૂા. બે હજાર તેમજ બીયરના છ ટીન કિંમત રૂા.૬૦૦ એમ કુલ મળીને રૂા.૨૬૦૦ નો દારૂ-બીયરનો જથ્થો મળી આવતા એ ડિવિજન પોલીસે ડ્રાઈવર-કન્ડક્ટરની અટકાયત કરી બંને વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો દાખલ કર્યો છે જેની આગળની તપાસ પીએસઆઈ બી.વી.ઝાલા ચલાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો