વાંકાનેર: તીથવામાંથી ચાલતા ઓવરલોડ ડમ્પરોએ રસ્તાની પથારી ફેરવી નાખી: આગેવાનો ચૂપ..!!
વાંકાનેર: વાંકાનેર તાલુકાના તીથવા ગામના લોકો ગઈકાલે રસ્તા માટે રસ્તા પર આવી ગયા હતા. તીથવાથી વાંકાનેર આવવાના રસ્તા પર ઓવરલોડ ભરેલા ડમ્પર પસાર થતા હોય જેથી આ રસ્તાની સાવ પથારી ફરી ગઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર થી અમરસર સુધીનો રસ્તો થઈ રહ્યો છે તેમાં જરૂરી બુરાણ માટે વડસરની દરગાહની સામે આવેલ ક્રશરમાંથી મોરમ ભરીને આ રસ્તા પર નાખવામાં આવે છે. આ મોરમ ભરવા માટે દરરોજ 10 થી 15 ડમ્પર ઓવરલોડ ભરીને સતત ચાલી રહ્યા છે, જેથી વડસરથી જુનો તીથવાનો કાચો રસ્તો અને તીથવા થી વાંકાનેર આવવાનો પીપળીયા રોડ ને જોડતો પાકો રસ્તો આવરલોડ ડમ્પરના સતત આવન-જાવન થી ચાલવા લાયક રહ્યો નથી. જેમના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે એક રીક્ષા આ રસ્તામાં ગુચી જતા અને લોકો ભેગા થઇ જતા, ઉપસરપંચ ની આગેવાનીમાં આ ડમ્પર રોકવામાં આવ્યા હતા અને જેથી કોન્ટ્રાક્ટર અને ક્રશરવાળા સાથે વાતચીત થઈ હતી. તેઓએ રીપેર કરી આપવાની ખાતરી આપતા ફરી પાછા ડમ્પરો ચાલુ થયા છે. પરંતુ આ કામ પૂરું થશે ત્યાં સુધીમા તીથવાથી પીપળીયા રાજના રસ્તાને જોડતા રસ્તા નું નામોનિશાન રહેશે નહીં.
ત્યારે સવાલ એ છે કે આવડા મોટા ગામને, આટલી મોટી સમસ્યા ઉભી થઈ છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, લોકો રસ્તા માટે રસ્તા ઉપર આવીને ડમ્પર રોકવા મજબૂર થયા છે. ત્યારે આ વિસ્તારના આગેવાનો કયા છે ? એવું લોકો ખુદ પૂછી રહ્યા છે..!!
( અહેવાલ અને ફોટો:- મો.નં.+919727011205 પરથી મળ્યા )
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…