Placeholder canvas

આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન માટે ભુતકોટડા ગામે વૃક્ષારોપણ કરાયું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના નાંમકિત આર્ય સમાજના પ્રખર વિદ્વાન અને સમર્થ કાર્યકર સ્મૃતિ શેષ મેહુલ કોરીંગાની યાદ કાયમ રહે તેવા ઉદ્દેશ્યથી વનીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ભૂતકોટડાના યુવા સરપંચ પંકજભાઈ, ગામના અગ્રણી શૈલેષભાઈ ,ચીમનભાઈ, વસંતભાઈ સહિતના ગામના યુવાનો તથા વડીલોના સાથ સહકાર અને શ્રમ થકી આ કાર્ય સફળ બનશે.

આર્ય વિદ્યાલયના પ્રમુખશ્રી માવજીભાઈ દલસાણીયા દ્વારા આર્થિક યોગદાન આપી મેહુલ સ્મૃતિવન બનાવવામાં આવેલ છે. મેહુલભાઈની સ્મૃતિ કાયમ રહે એટલે મીઠાભાઈ તથા તેમના પરિવાર દ્રારા આ જગ્યા પણ આપવામાં આવી છે. આ વન થકી નદી કિનારે પ્રકુતીનો શણગાર આગામી દિવસોમાં શોભાયમાન બનશે અને વરસાદી પાણીથી થતું નદી કિનારાનુ ધોવાણ પણ અટકશે.

આ સમાચારને શેર કરો