Placeholder canvas

ભીમ યાત્રા પણ મોકૂફ: મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાતમાં ગત માર્ચ-2020 બાદ દિવાળી પછી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. આ ઘટનાનું સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ફરીવાર માથું ઉંચકયું છે. કોરોનાના કેસો કૂદકેને ભૂસકે ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં વધ્યાં છે. આ વધતાં જતાં કેસોની ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ નોંધ લઇને સરકારને યોગ્ય પગલાં લેવા સૂચન કર્યું છે.

શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાબડતોબ રાજયની મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરો સાથે તાત્કાલિક બેઠક યોજીને કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા માટેના આદેશો છોડયાં છે. બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ક્રિક્રેટ મેચમાં મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે.

આ પરિસ્થિતિને પામીને જ ભીમ રથયાત્રા સમિતિએ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શહેરના પૂર્વ વિસ્તારમાં નીકળતી ભીમ રથયાત્રાને વધુ એક વખત મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કાળા કેરના કારણે પ્રજાહિતને ધ્યાનમાં લઇને સમિતિએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે.

આ સમાચારને શેર કરો