Placeholder canvas

રાજકોટ સહિતનાં મહાનગરોમાં ‘ધૂળેટી’ પર પાબંધી

સરકારે જાતે આંખે થવાના બદલે મોટા ગ્રૂપો-ક્લબોવાળાને બોલાવીને સ્વૈચ્છિક જાહેરાત, રાજકોટમાં આંશિક છૂટછાટના ઉડતા-વાવડ

ચૂંટણીમાં કોરોનાને ‘કચડી’ને ધામધૂમ કરનારા રાજકીય પક્ષો જીતી કે હારીને થાળે પડી ગયા એટલે કોરોનાની પાબંધી પાળવાની પ્રજા પર નોબત આવી છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યના ‘સંલગ્ન’ વડાઓ સાથે કોરોનાના વધતા કહેર સંદર્ભે ગઈકાલે કરેલી મિટીંગ બાદ આજે વાવડ મળે છે કે કોરોના વકરે નહીં તે માટે રાજ્યના રાજકોટ સહિતના મહાનગરોમાં હોળી-ધૂળેટીના મોટ્ટા-પાયે થનારા આયોજનો પર પાબંધી મૂકાશે. જોકે આવી જાહેરાત કરી પ્રજાનો ખૌફ વ્હોરી લેવાને બદલે સરકારે જે-તે પાર્ટી પ્લોટ કે ખાનગી ક્લબોના સંચાલકોના મોઢે જ સ્વૈચ્છિક જાહેરાતો કરાવવાની રણતીનિ અપનાવી છે.

મુખ્યમંત્રીના ‘હોમ-ટાઉન’ રાજકોટમાં શેરી-ગલ્લી કે સોસાયટીઓમાં ધૂળેટી મનાવવાની આંશિક છૂટછાટ મળશે તેવું ગતકડૂૂં પણ વહેતું કરાયું છે. પરંતુ, આંશિક છૂટછાટની ‘પરિભાષા’ શું એ વિશે કોઈ છણાવટ થઈ નથી!
કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિ ઉજવાય. શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબે ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી.

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં 196 નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે.

આ સમાચારને શેર કરો