Placeholder canvas

વાંકાનેરમાં ફળેશ્વર મંદિરે રામ નવમીથી હનુમાન જ્‍યંતી સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ મોક્ષકથાનું ભવ્‍ય આયોજન

વાંકાનેર માં જડેશ્વર રોડ ઉપર આવેલ વાંકાનેરની પવિત્ર ભૂમિ નદીના કાંઠે આવેલ વર્ષો પૌરાણિક પરમ પૂજ્‍ય શ્રી મુનિબાવાની જગ્‍યા  શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્‍યમાં સર્વ પિતૃ – મોક્ષર્થે શ્રી ફળેશ્વરધામ ખાતે આગામી તા.૧૦/ ૪/૨૨ ને રવિવાર (રામ નવમી ) થી તા.૧૬ / ૪ / ૨૨ શનિવાર ( હનુમાન જ્‍યંતી) સુધી આ પાવન તપોભૂમિમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ મોક્ષકથા નું ભવ્‍યતાથી ભવ્‍ય આયોજન શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. આ કથાની પોથીયાત્રા તા.૧૦/૪ /૨૨ ને રવિવાર ( રામનવમી) ના રોજ સવારે ૯.૧૫ કલાકે શ્રી વિશ્વકર્મા મંદિર, જિનપરાથી પ્રસ્‍થાન કરી વાજતે ગાજતે ડી, જે, ના તાલે મેઈન બઝાર, ચાવડી ચોક, હવેલી મંદિર,પ્રતાપચોક, માર્કેટચોક થઈને બાપુના બાવલેથી આ ભવ્‍ય શોભાયાત્રા કથાસ્‍થળે શ્રી ફળેશ્વરધામ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે.

શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા વાંકાનેરના સર્વે સમાજના પ્રમુખ ઉપપ્રમુખ આગેવાન ને સમસ્ત સમાજ માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે. કથામાં આવતા દરેક ધાર્મિક ઉત્‍સવો ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ઉજવાશે. જેમાં શ્રી વામન જન્‍મ તથા શ્રી રામ જન્‍મ તા.૧૩ / ૪ / ૨૨ ને બુધવારના બપોરે ૧૨ કલાકે થશે તેમજ તા. ૧૩ / ૪ / ૨૨ ને બુધવારના સાંજે ૬.૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્‍મ નંદ મહોત્‍સવ ઉજવાશે , તા.૧૪/૪/૨૨ ને ગુરૂવારના સાંજે ૬.૩૦ કલાકે શ્રી ગિરિરાજજીને ૫૬ ભોગ નો થાળ ધરાવાશે અને મંડપમાં શ્રી નગરજનો દ્વારા મહા આરતી અને મહાદીપયજ્ઞ થશે, આ ઉપરાંત તા. ૧૫ /૪ /૨૨ ને શુક્રવારના સાંજે ૬ કલાકે શ્રી કળષ્‍ણ રૂક્ષમણી વિવાહ ઉત્‍સવ ઉજવાશે, તા.૧૬/૪/૨૨ ને શનિવાર ના રોજ શ્રી સુદામા ચરિત્ર તથા વિષ્‍ણુ યાગ સવારે શુભ ચોઘડીયે ઉત્‍સવ ઉજવાશે અને સાંજે કથા વિરામ પામશે.

આ કથામાં પંચદેવના ઉપાસક પરમ વેષ્‍ણવ સનાતન ધર્માવલંબી વર્ષ – ૨૦૧૦માં ચાર – એવોર્ડથી સન્‍માનિત થયેલા, જેનું વ્‍યક્‍તિત્‍વ અને ગાયકી જે સાંભળો તેમાં મંત્રમુગ્‍ધ થવાય તેવા જૂના અને જાણીતા સમગ્ર વાંકાનેર ઉપર જેનો ભાવ છે એવા ઝૂડાળા નિવાસી (હાલ : રાજકોટ) ને વર્ષોથી કર્મભૂમિ બનાવનાર પ, પૂજ્‍ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પી જોષી પોતાની આગવી શેલીમાં સુર સંગીત સાથે પોતાની મધુર વાણીમાં વિસ્‍તાર સાથે ભાગવત કથાનું રસપાન કરાવી ભાવિકોને કળતાર્થ કરશે વાંકાનેર ના આગણે અનિલપ્રસાદજી જોષી ની આ (૧૩ મી કથા છે) જે કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૭  રાખેલ છે. આ કથામાં વિશિષ્ટતા એ છે કે કથા પૂર્ણ થયા બાદ બંને ટાઈમ  મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આ દિવ્‍ય ભાગવત કથા નું આયોજન હોય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ, વાંકાનેરના દરેક ભાવિક ભક્‍તજનો જહેમત ઉઠાવી રહયા છે ભાવિકોમાં અનેરો ઉત્‍સાહ ઉમંગ જોવા મળી રહયો છે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર નું ભવ્‍ય શિવાલય મંદિર, શ્રી રામજી મંદિર, પ્રવેશદ્વાર ને રગબેરંગી લાઈટ સિરીઝોથી શુભોષિત કરવામાં આવી રહેલ છે  આગામી રામનવમી થી હનુમાન જ્‍યંતી સુધી ભાગવત કથા શ્રવણ કરવા તેમજ પ્રસાદ માટે સમસ્ત હિંદુ સમાજ ને શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ, વાંકાનેર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો