Placeholder canvas

વાંકાનેર: હસનપરની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર: હસનપર ગામની સીમમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી એ દરમીયાન સ્ટાફના દિવ્યરાજસિંહ ઝાલાને હસનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલ જીગ્નેશભાઈ જેન્તીભાઈ દારદરા, હકાભાઇ સતાભાઈ મુંધવા, જીતેશભાઈ વિનુભાઈ સારલા, કાનજીભાઈ છેલાભાઈ સરૈયા અને દિલીપભાઈ હઠાભાઈ ગમારાને રોકડ રકમ રૂ.૧૫૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો