Placeholder canvas

વાંકાનેર: પાઇપ અને મોટર સાયકલનું કેરિયર ફટકારી હાથ પગ ભાંગી નંખાયા

વાંકાનેર પુલ દરવાજા નજીક જુના ઝઘડાના ખારમાં યુવાન ઉપર પાઇપ અને મોટર સાયકલના કેરિયરથી હીંચકારો હુમલો કરી બે શખ્સોએ યુવાનના હાથ પગ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ વાંકાનેર પુલ દરવાજા નજીક વાંકાનેર સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી સાથે ઝઘડો કરી આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો મોનાભાઇ ભરવાડ તથા અનીલ બુટાભાઇ લામકાએ લોખંડના પાઇપ અને મોટર સાયકલના કેરિયર વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ચાર વર્ષ અગાઉ ફરિયાદી હસનભાઇ ઈશાભાઇ જીંદાણીને આરોપીના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયેલ તેનો ખાર રાખી બન્ને આરોપીઓ ઝઘડો કરી ઇજા પહોંચાડયાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો