skip to content

ભડલી વાક્યો થકી વરસાદનો વરતારો.

ગુરૂ કરતા શિષ્યા સવાઈ! પિતા પાસેથી પુત્રીએ પ્રાપ્ત કરેલી વિધ્યા પોતાને અને પિતાને અજરામર કરી ગઈ એવી “ભડલી” જેને ભડલી વાક્યો તરીકે પણ ઓળખી છી એની વાત કરવી છે. અતિ દુર્લભ પુસ્તકો માથી માહિતી એકઠી કરી અહી રજુ કરૂ છું.

અતિ આધુનિક યુગમાં પણ આગમની એંધાણી, ભવિષ્યમાં થનાર ધટના, આખા વર્ષના વર્તારા, સહિતના અનેક શાસ્ત્રો પણ આપણે ત્યાં ખુબ પ્રચલિત હતા જેની વાતો આજે પણ વાગોળવામાં આવે છે. બસ ફર્ક એટલો પડ્યો છે કે હવે આવા ગુઢ લખાણના જાણકાર અને અભ્યાસુ કોઈ કોઈ જ રહા છે. એનુ સૌથી મોટું કારણ આજની પેઢી વડીલોની વાતો સાંભળી એનું અનુકરણ કરવામા નિરસ બની છે જેથી આવી મહત્વની જાણકારી લુપ્ત થતી જાય છે. એવાજ ખુબ જાણીતા ભડલી વાક્યો શબ્દ કાને પડતાં કે દ્રશ્યમાંન થતાં વરસાદના વર્તારા લગત કહેવતો કંઠસ્થ થાય એજ મહાન જ્યોતિષ શાસ્ત્રના તજજ્ઞની આપણે માંડીને વાત કરવી છે અને એમના દ્વારા અનુભવને આધારે ટાકેલ કહેવતો-દોહરા-ચોપાઈ-છંદ સ્વરૂપે છે એનો થોડો અંશ રજુ કરવો છે.

આપણે જેને ભડલી તરીકે ઓળખી છીએ તે લાડકવાઈ દીકરીનું નામ છે જેણે પિતા હુદડ પાસેથી આ જ્યોતિષ વિદ્યા જાણી શિખી પછી ગંથસ્થ કરી છે. જે વખત જતાં લુપ્તપ્રાય હાલતમાં પડી. હુદડને ધણા ખરા વિસ્તારમાં ઉધડ પણ કહે છે એ હુદડ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસુ હતો જંગલમાં ઝુપડી બાંધી પશુઓ પાળી ગુજરાન ચલાવતો જેનું જન્મ સ્થળ અને તારીખ સચોટ કહી શકતા નથી પરંતુ ભગવત ગૌમંડળ, ડંક અને ભડલી જેવા પુસ્તકોમાં દંતકથા રૂપે અનેક વાત માંડેલી છે. કોઈ એને મારવાડના ગામડાનુ કહે છે. તારીખ તથા જ્ઞાતિ જુના પુસ્તકોમા જુદી-જુદી છે. એટલે એ આપણે નહી લખી. પરતું મૃત્યુ વેળાએ હુદડે બધું જ્ઞાન તેની પુત્રી એટલે કે ભડલીને આપી ફની દુનિયામાંથી અલવિદા કર્યુ હતું. જે પછી પુત્રી ભડલીએ આ જ્ઞાન વાગોળી અનુભવી આગળ વધાર્યું અને ગ્રંથસ્થ કર્યુ.

અતિ દુર્લભ પુસ્તક જેમાં આ મહામુલી માહીતી મળી આવે છે એ આજથી 141 વર્ષ પહેલાં 6 ઓગસ્ટ 1882 (વિક્રમ સંવત 1938)માં કઠલાલના હરજીવન પુરુષોતમ શુક્લ નામના સંશોધક લેખકે એમના પરંમ મિત્ર વિઠ્ઠલ નાગર અને મણીલાલના આગ્રહ વશ પુસ્તક સ્વરૂપે બહાર પાડેલું. જેની કીમત તે સમયે ચાર આના હતી. આ પુસ્તકમાં બારે માસના દોહરા છંદ ચોપાઈ આપેલી છે જેનાથી જાણી શકાય કે આગામી વર્ષે કેવુ રહેશે. કુલ 277 વાક્યો રચના ભડલીની ઉપલબ્ધ છે.

ચાલો તો અત્યારે બાર માસના થોડા ધણા દોહરા ચોપાઈ અહી આપું પણ એ પહેલા “નામ ગણાવે ગર્ભનું, જોષી એમ સદેવ. ગર્ભ કહે તે જાણજો. માસ માસમાં એવ.”
કારતક મહિનો (કાર્તિક માસ) – કાર્તિક સુદ પડવા દિને જો હોયે બુધવાર,
વર્ષ હોય તે કરવરુ ન કરીશ વળી વિચાર.
દીવા વીતી પંચમાં આવે જો રવિવાર,
ધન કણ રાખો સંગ્રહા હું તુજ પુળુ નાર.
માળવડે મરકી થશે દક્ષિણમાં ઉત્પાત
પૂર્વે વિગ્રહ જાગશે ખળભળશે ગુજરાત.

માગશર મહિનો (માર્ગશીર્ષ માસ) મેધ માર્ગશીર્ષ વદી આઠમ હોય મેઘ શ્રાવણમાં નેમ, દશમી વદીને પોષે માસ શ્રાવણ વદી દસમીએ વાસ.
જેષ્ટા માર્ગશીર્ષમાં વળી તપે જો મૂળ, બોલે ભડલી એમ જે નિપજે અન્ન અતુલ.

પોષ મહિનો (પોષ માસ) પોષ સુદીની સપ્તમી આઠમ નામે ગાજ, ગર્ભ હોય તે જાણજો સરશે સધળા કાજ.
પોષ વદીની સાતમે આભ વીજળી છાય, શ્રાવણ સુદી પુન્યો દિવસ નિશ્ચય વર્ષા થાય.

મહા મહિનો (માંઅથવા તો માધ માસ)
મહા અજવાળી બીજ દિન વાદળ વીજળી જોઈ, તો ભાખે ભડલી ખરું અન્ન મહગા હોય.
ગાજે નહીં મહા છઠ દિને મોંઘો હોય કપાસ, સાતમ દેખો નિર્મળી તો નવ સારી આશ.
મહા સુદી જો સપ્તમી સુર્ય નિર્મળ હોય, ભડલી ભાખે એમ જે જળ વિણ પુથ્વી જોય.
માં સુદી જો સપ્તમી હેમ વિજળી હોય, વરસે ચારે માસમાં શોચ કરો નવ કોઈ.

ફાગણ મહિનો (ફાલ્ગુન માસ) હોળી દિનનો કરો વિચાર શુભ અને અશુભ ફલસાર, પશ્ર્ચિમનો જો વાયુ વાય સમય એજ સારો કહેવાય.
વાયુ જો પુર્વેનો થાય કોરોને કઈ ભીનો જાય, દક્ષિણ વાયુ ધનનો નાશ એજ સમયે નવ નિપજે ધાસ.
ઉતરનો વાયુ બહુ હોય- પુથ્વી પર પાણી બહુ જોઈ, જો વંટોળે ચારે વાય પ્રજા દુઃખમાં ઝરે રાય.
જો વાયુ આકાશે જાય પુથ્વિ રણ સંગ્રામ બતાય, ફાગણની પૂનમે દિન હોળી સમયે પારખ કીન.
પાંચ મંગળો ફાગણે – પોષે પાંચ શનિવાર, કાળ પડે ભડલી કહે વિરલા જીવે ધાર.

ચૈત્ર મહિનો (ચૈત્ર માસ)
તિથી વધે તો ત્રણ વધે – નક્ષત્રે બહુ ધાન, યોગ વધે તો રોગ વધે પેહેલે દીને માન.
ચૈત્રે દશ નક્ષત્ર જો વાદળ વિજળી હોય, ભડલી તો એમજ ભણે ગર્ભ ગણ્યા સૌ કોય.
ચૌત્રી પુનમને દીન બુધ સોમ ગુરૂવાર, ધરધર હોય વધામણાં ધેરધેર મંગળા ચાર.
મુલ ગળ્યા રોહીણી ગળી – આરદ વાજી જાય, હળ વેચોને બળદ પણ ખેતી લાભ ન થાય.

વૈશાખ મહિનો (વૈશાખ માસ)
વૈશાખી પડવા દિને વાદળી વીજ કરેહ, દાણા વેચી ધન કરો પૂરી સાખ ભરેહ.
રાખી શ્રવણે હીન વિચાર- પુનમ કાર્તિકી કૂતીકા ન ધાર, મહા મહિને ઉત્પાત પ્રકાશ – કૈ ભડલી તો થાયે વિનાશ.

જેઠ મહિનો (જેષ્ટ માસ)
જેઠ સુદી પડવા દિને બુધવાર જો હોય, મુળ અષાઢી જો મળે પુથ્વિ કંપે જોય.
દશમી જેષ્ટજ માસની આવે જો રવિવાર, પાણી ન પડે જન મરે દુકાળ ભડલી ધાર.
માસ જેઠમાં રવિ તપે- મહા શિયાળો જાય, ભડલી તો તુ જાણજે પાણી નેવ ન માય.

અષાઢ મહિનો (અષાડ માસ)
અષાઢ ધડ પંચમી જો તવ થાશે વીજ, દાણા સર્વે વેચીને રાખો બળદ ને બિજ.
ધોરી અષાઢી પંચમી વાદળ હોય ન વિજ, વેચો ગાડું બળદને નિપજે કાંઈ ન ચીજ.
સુદી અષાઢી સપ્તમી શશી જો નિર્મળ દેખ, જા પિયુ તુ તો માળવે ભીખ માગવી પેખ.
અષાઢી પુનમ દિને ગાજ વીજ વરસતા, હોય ન લક્ષણ કાળના આનંદે તો સંત.

શ્રાવણ મહિનો (શ્રાવણ માસ)
શ્રાવણ પેલી ચોથમા જો મેધો વરસાય, ભડલી ભાસે મુજને સાખ સવાઈ જાય.
શ્રાવણ શુક્લ સપ્તપદી સ્વાતી જો યોગ, બોળો નિરણને અન્ન ધણો ભડ પાયા સંજોગ.
શ્રાવણ વદી એકાદશી વાદળ ઉગે સુર, ભડલી તો એમજ ભણે ધર ધર વાગે તુર.
મંગળ રથ આગળ અને ચાલે પાછળ સુર, મંદ વૂષ્ટી તો જાણીએ વર્ષા ન ભરપુર.

ભાદરવો મહિનો (ભાદ્ર માસ)
ભાદરવા સુદી પંચમી – યોગ સ્વાતિનો હોય, શુભ જોગે એ બે મળે મંગળ વરતે જોય.
ભાદ્ર માસ અજવાળિયો – લખો મુળ રવિવાર, ભડલી ભાખે એમ જે સાખી ભલી નિરધાર.
દિન ઊગતો ભાદવો – અમાસને રવિવાર, ધનુષ્ય ઉગે પશ્ર્ચિમે હોય જ હાહાકાર.

આસો મહિનો (આશ્ર્વિન માસ)
સ્વાતી દીવા જો બળે વિશાખા ખેલે ગાય, ધણાક ભડલી રણ ચઢે ઉપજી સાખિન સાય.
આસો વદી અમાસડી જો આવે શનિવાર, સમય આવશે આકરો જોષી જોશ વિચાર.
પિતળ કાંસા લોહને જો દિન કાળક હોય, ભડલી તો તો જાણજે જળધર આવે સોય.
બોલે મોર મહાતુરો હોય ખાટી જો છાશ, પડે મેધ મહિ ઉતરે રાખો રૂડી આશ.
પ્રાંત: સમે ડરડંબરા રાતી ઉજળી હોય, સુર્ય તમે બે પોરમા દુકાળ તો તું જાણ.

આજે અમુક દોહરા આપ્યા છે હજું ધણું ખરૂ આપવાનું બાકી રહી જાય છે. તે વળી વખત આવ્યે ફરી આપતા રહેશું.

આલેખન : જયેશ ભટાસણા ટંકારા (મો.8141208873)

આ સમાચારને શેર કરો