વાંકાનેર: બંધુ સમાજ દ્વારા રતિદેવળી ખાતે કાન,નાક,ગળાના દર્દનો ફ્રી નિદાન કેમ્પ.
વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ) દ્વારા કાન નાક ગળાના દર્દનો આગામી તા.12/02/2023 ને રવીવાર ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
બંધુસમાજ દવાશાળા વાંકાનેર દ્વારા રતિદેવળી ગામ ખાતે કાન નાક ગળાના દર્દનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ડો.સુરભી અંબાણી D.L.O. ( ENT SURGEON) ગોલ્ડ મેડાલિસ્ટ સેવા આપશે…
કાન નાક ગળાના રોગોની સચોટ સારવાર, નિદાન તેમજ જરૂર જણાય તો ઓપરેશન અંગે માર્ગદર્શન આપશે.
કેમ્પનો સમય અને સ્થળ :-
તારીખ:- 12/02/2023
વાર:- રવીવાર
સમય:- સવારે 09:30 થી 02:00 સૂધી
સ્થળ:- રતિદેવળી કન્યા પ્રાથમિક શાળા
આ કેમ્પમાં વાંકીયા , પંચાસિયા, રાણેકપર, પંચાસર, વઘાસીયા અને બીજા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પણ લાભ લઇ શકશે.
આ સિવાય કાન,નાક અને ગળા ના નિષ્ણાત ડો. સુરભી અંબાણી દરરોજ સવારે 09:00 થી 12:30 તથા બપોરે 03:00 થી 06:00 બંધુસમાજ ખાતે મળશે. જ્યાં રાહતદરે ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.