Placeholder canvas

વાંકાનેર: ધમલપર ગામેં કારખાનાનું પાણી ખેતરમાં આવવા મામલે મારામારી.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં કારખાનાનું પાણી ખેતરમાં આવતું હોવાથી વાડી માલિકે કારખાનેદારને પાણી નહિ આવવા દેવાનું કહેતા ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ છુટા હાથની મારામારી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારની વાડીમાં બાજુમાં કારખાનું ધરાવતા કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા, રહે વિશીપરા વાંકાનેર વાળાનું પાણી આવતું હોય મોહયુદીનભાઇએ પોતાની વાડીમા પાણી નહીં આવવા દેવા બાબતે કહેતા આરોપી કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લોખંડના સળીયા વડે માથામા બે ત્રણ ઘા મારી હેમરેજ જેવી ઇજા પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

આ સમાચારને શેર કરો