Placeholder canvas

મોરબી: ગૌશાળામાં ડમ્પર ઈલેક્ટ્રીકની મેઈન લાઈનને અડી જતા યુવાનનું મોત

મોરબી: રાજપર રોડ પર આવેલી ગૌશાળામાં ડમ્પર ઈલેક્ટ્રીકની મેઇન લાઈન અડી જતા શર્ટ સર્કિટ સર્જાતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના રાજપર રોડ પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં મૃતક ૩૮ વર્ષીય જગદીશભાઈ પરસોત્તમભાઈ રૂદાતલા માટીનું ડંમ્પર ચલાવી લાવી હાઈડ્રોલીક લારી ઉપર કરી ગાડી આગળ લેતા હતા. એ સમયે ઉપર જતી PGVCL ઈલેક્ટ્રીકની મેઈન લાઈન સાથે અડી જતા શોર્ટ સર્કિટ સર્જાયો હતો. જેથી જગદીશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઇજાગ્રસ્ત અવસ્થામાં તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જગદીશભાઈને મૃત જાહેર કર્યા હતા.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો