Placeholder canvas

આવતી કાલે મુસ્લિમ સમાજ મનાવશે ‘ઈદ’

ઈદગાહ અને મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા થશે…

મુસ્લીમ સમાજ દ્વારા આવતી કાલે એટલે કે તા.29 ને ગુરૂવારે બકરી ઈદની ઉજવણી કરવામાં આવનાર છે. કુરબાનીનાં પર્વ એવા બકરી ઈદ પ્રસંગે મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદગાહ અને મસ્જીદોમાં વિશેષ નમાઝ અદા કરી પરસ્પર એક બીજાને ગળે મીલી ઈદની મુબારક બાદી પાઠવશે. હાલમાં વરસાદી માહોલ છે જેથી જો વરસાદ હોય તો ઇદગાહને બદલે મસ્જિદમાં જ નમાઝ અદા કરવામાં આવતી હોય છે.

બકરી ઈદની નમાઝ પઢી મુસ્લીમ બીરાદરો ખાસ દુવા માંગે છે જેમા દેશના વિકાસ અને કોમી એકતા માટે દુઆ માંગવામાં આવે છે. કુરબાનીનાં પર્વ એવા બકરી ઈદનાં પર્વને મનાવવા માટે મુસ્લીમ બીરાદરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો