વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો !

વાંકાનેર: હજુ જેમના લગ્ન પાંચ માસ પૂર્વે થયા હતા તે નવોઢાએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગેની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસે આપઘાતના પ્રયાસ અંગેની વિગતો જાણવા તજવીજ હાથ ધરી હતી.

આ બનાવની મળેલી માહિતી મુજબ અમરનાથ સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષીય અંજુબેન નિલેશભાઈ મુંધવા નામની પરિણીતાએ પોતાના ઘરે ઓરડામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ સાસુ સસરાને થતા તુરંત તેને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે બેભાન અવસ્થામાં મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. હાલ પરિણીતા સારવાર હેઠળ છે. આ અંગેની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસ કર્મીઓ હોસ્પિટલમાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પરિણીતાના લગ્ન પાંચ માસ પહેલા નિલેશ મુંધવા સાથે થયા હતા અને હાલ તે સાસુ-સસરા સાથે અમરનાથ સોસાયટીમાં રહે છે.

આ સમાચારને શેર કરો