Placeholder canvas

વાંકાનેર: વિનયગઢ ગામે જમીનના શેઢા બાબતની માથાકૂટમાં આધેડ પર હુમલો.

વાંકાનેરના વિનયગઢ ગામે જમીનના શેઢા બાબતે ૬ શખ્સોએ આધેડને માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઇજાગ્રસ્ત આધેડે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરના વિનયગઢ ગામે રહેતા ભરતભાઇ રવજીભાઇ ચૌહાણે આરોપી સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઇ ચમનભાઇ, મેરામભાઇ ચમનભાઇ, દિનેશભાઇ સવજીભાઇ નરશીભાઇ અને ચમનભાઇ રમેશભાઇ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના બાપુજીના નામે વિનયગઢ ગામ ૯ વિઘા જમીન આવેલ છે. આ જમીન બાબતે તેમને ચમનભાઇ અને તેના દિકરા સાથે શેઢા બાબતે મનદુ:ખ રહે છે. ગત તારીખ ૧૯ ના રોજ સવારના નવ વાગ્યે ભરતભાઇ તેના ઘર પાસેના ચોકમા રાણા ઉર્ફે કુશા ભાઇ પોપટભાઇની બંધ દુકાને સુખાભાઇ સોંડાભાઇ સાથે ઉભા હતા.

એ સમયે આરોપી સગરામભાઇ પાંચાભાઇ તથા રમેશભાઇ ચમનભાઇ તથા મેરામભાઇ ચમનભાઇ તથા દિનેશભાઇ ત્યાં આવ્યા હતા અને જમીન બાબતે મનદુખ નો ખા૨ રાખી સગરામ તથા રમેશભાઇએ લાકડી થી ભરતભાઇને જમણા પગમાં માર મારવા લાગેલ અને દિનેશ અને મેરાભાઇ ભરતભાઇને પકડી રાખી ગાળો બોલતા હતા અને ભરતભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તે દરમ્યાન પ્રભુભાઇ અને ભરતભાઇના પત્ની ચોથીબેન આવી જતા ભરતભાઇને વધુ માર માંથી છોડાવ્યા હતા અને ત્યારબાદ સવજીભાઇ નરશીભાઇ તથા ચમનભાઇ મોહનભાઇ પણ આવી ગયેલ અને ગાળો બોલી આને જાનથી મારી નાખવો છે.તેમ કહી ત્મામાં આરોપીઑ ત્યથી નાસી ગયા હતા.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો