Placeholder canvas

વાંકાનેર: અમદાવાદથી રાજકોટ તરફ જતું બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું.

અમદાવાદથી રાજકોટ જતાં બંધ બોડીના કન્ટેનરને વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોરબી એલસીબી ટીમે રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબજે કરી બે શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી બંધ બોડીનુ ટ્રક કન્ટેનર RJ-14-GF-2902 વાળુ રાજકોટ તરફ જશે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા કન્ટેનર પસાર થતા તેને રોકી તલાશી લેતા ટ્રકમાથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ રૂપિયા ૩૬,૪૪, ૪૦૦ની કિમતની બોટલો ૨૦,૩૧૬ અને રૂપિયા ૫,૪૦,૦૦૦ની કિમતના બીયરના ૫૪૦૦ ટીન સાથે રાજસ્થાની આરોપીઑ ટ્રક ડ્રાઇવર ભેરારામ ભાખરારામ બિશ્નોઇ અને ગોપાલ રત્નારામ બિશ્નોઇને અટક કરી વધુ પુછપરછ કરતા રાજસ્થાનના સુરેશ સુજાનાંરામ બિસ્નોઈનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂના મુદામાલ સાથે એલસીબી ટીમે રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિમતનું ટાટા ટ્રક કન્ટેનર નંબર-RJ-14-GF-2902,રૂપિયા ૫૦૦૦ની કિમતનો એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને રોકડા રૂપીયા ૨૧૦૦મળી કુલ રૂપિયા ૫૧,૯૧,૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઑ વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસના ડી.એમ.ઢોલ, પી એસ આઈ કે.જે.ચૌહાણ,પી એસ આઈ એન.એચ. ચુડાસમા,પી એસ આઈ એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલા હતા.

આ સમાચારને શેર કરો