વાંકાનેર તાલુકાના લીંબાળાના ખાંભારામાં પોલીસ પાર્ટી ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ મથકનો કાફલો ગઈ કાલે તપાસના કામે લીંબાળા ગામના ખાંભારા પરા વિસ્તારમાં ગયો હતો ત્યારે ટોળાએ હુમલો કરતા સિટી પીઆઇ સરવૈયા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વાંકાનેરના પીર મશાયખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ લિંબાળા ગામના ખાંભારા વિસ્તારમાં પવનચક્કીનું કામ ચાલુ છે, ત્યાં કોઈ ઈસ્યુ થતા પવનચક્કીના જવાદાર વ્યક્તિઓ દ્રારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન એપ્લિકેશન આપી ગયા હતા જેમની અનુસંધાને તપાસમાં ગઈકાલ સાંજનાં સિટી પોલીસ સ્ટાફ પીઆઇ સરવૈયા સાથે તપાસમાં ગયા હતા ત્યારે અચાનક જ ટોળાએ હુમલો કરતા સિટી પીઆઇ ઇજાગ્રસ્ત થયા હતા.

પીરવધુમાં હાલમાં ઇજાગ્રસ્ત સિટી પીઆઇ સરવૈયાને વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાંથી વધુ સારવાર તેમજ અમુક ટેસ્ટ અને સીટીસ્કેન માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મોરબીથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો વાંકાનેર દોડી આવ્યો હતો.

આ સમાચારને શેર કરો