વાંકાનેર: ખીજડિયા ગામે વાડીની પાણીની કુંડીમા ડુબી જવાથી માસૂમ બાળકનું મોત

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા ખેતમજૂર પરિવારના માસૂમ પુત્રનું વાડીની પાણીની કુંડીમા ડુબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ રફીકભાઈ શેરસીયાની વાડીએ ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારના એક વર્ષના માસૂમ પુત્ર મનીષભાઇ અઠેસીંગ ભાભરનું ગઈકાલે તા.૨૪ ના રોજ વાડીની પાણીની કુંડીમા ડુબી જતા કરુણ મોત નીપજ્યું હતું.

આ બાળકના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ કરુણ બનાવથી બાળકના પરિવાર અરેરાટી મચી ગઇ હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો