Placeholder canvas

મહિકા: વાડીએ કામ કરતા ખેડૂત પર ગારીયાના શખ્સોનો ધોકા,પાઇપ વડે હુમલો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને ગારિયા ગામ ના જુના રસ્તા પર આવેલ વાડીએ ચાલીને વાડીએ જઈ રહેલા યુવાનને સામેથી આવતા બાઈક ચાલકે સામો કેમ ચાલ્યો આવે છે કહી ઝઘડો કર્યા બાદ આ યુવાનની વાડીએ જઈ ત્રણ શખ્સોએ લોખંડનો પાઇપ ધોકા લઈને માર મારતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારિયા ગામના જુના રસ્તા પર આવેલી પોતાની વાડીએ ચાલીને જઈ રહેલા મહીકા ગામના ઇલ્મુદીનભાઇ હૈયાતભાઇ માથકીયાને સામેથી બાઈક લઈને આવી રહેલા ગારિયા ગામના યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળાએ તુ શુ કામ સામો ચાલ્યો આવેશ એમ કહી ગાળો આપી બોલાચાલી કરેલ હતી અને જતો રહ્યો હતો ઇલમુદીન માથકિયા તેઓની વાડીએ ગયા હતા અને ત્યાં કામ કરતા હતા તેવામાં જ યુવરાજસિંહ અન્ય બે અજાણ્યા શખ્સોન સાથે લઈ ઇલ્મુદીનની વાડીએ આવી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.

ઇલ્મુદીનને માથામાં પાઇપ લાગવાથી લોહી નીકળતું હતું તેમજ શરીરના અન્ય ભાગમાં મૂંઠ મારની ઈજા થઈ હતી, ઇલમુદીને રિયાઝ બાદી અને તેના મોટાભાઈ હુસેનને ફોન કરી જાણ કરતા તેઓ થોડી જ વાર વાડીએ આવી ગયા હતા તેમને મોટરસાયકલમાં મહિકા લઈ આવ્યા હતા, મહીકાથી 108 મારફતે વાંકાનેર સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપીને રાજકોટ રિફર કર્યા હતા.

આ બનાવમાં ત્રણ ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો