Placeholder canvas

વાંકાનેર-રાજકોટ રોડ પર સીંધાવદર સબ સ્ટેશન પાસે પડેલો ખાડો તંત્ર કયા મુર્હતમાં બુરશે?

વાંકાનેર: સીંધાવદર સબ સ્ટેશન પાસે વાંકાનેર રાજકોટ રોડ પર છેલ્લા કેટલાક સમયથી એક મોટો ખાડો પડી ગયો છે. જેમના કારણે અહીં કેટલાક એકસીડન્ટ પણ થયેલ છે, આમ છતાં માર્ગ અને મકાન (મ.મા.) વિભાગનું તંત્ર હરકતમાં આવતું નથી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર થી કણકોટ સુધી આ સ્ટેટ હાઈવેનું સરસ કામ થયું છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનો થોડી સ્પીડમાં હોય છે અને એવામાં અચાનક સિંધાવદર આસોઈ નદી બાદ સબ સ્ટેશન પાસે એક નાલુ આવેલું છે, આ નાલા પાસે કેટલાક સમયથી એક મોટો ખાડો પડી ગયો છે. જે સ્ટેટ હાઈવેનું કામ સંભાળતા તંત્રની નજરમાં કેમ આવતું નથી? શું તંત્ર અહીંયા વધુ એકસીડન્ટ કરાવવા ઈચ્છે છે? કે પછી વધુ લોકોના નરા ભંગાવવા માગે છે?

ચોમાસામાં દરેક રોડ પર ખાડા પૂરવા માટે ખાસ આયોજન થતું હોય છે અને તે માટેનું ભંડોળ પણ ફાળવવામાં આવતું હોય છે. તો તંત્રને શુ આ ખાડો દેખાયો જ નહીં? કે પછી ખાડો બુરીયો અને વગર વરસાદે તણાઈ ગયો? વધુ એક સવાલ એ છે કે નવા બનેલા રોડમાં અહીં ખાડો પડ્યો કેમ? અને પડ્યો છે તો આ ખાડો કેમ બુરવામાં આવતો નથી ? અહીં કેટલાક એકસીડન્ટ પણ થયા છે, પણ કોઈ જાનહાની થાય તે પહેલા હવે તંત્ર હરકતમાં આવે… જો તંત્રને ખાડો બુરવામાં કોઈ સારું મુરત ન મળતું હોઈ તો… કોઈ માઈનો લાલ આગળ આવી તંત્રને મુરત કઢાવી આપે એ ઇચ્છનીય છે.

વાંકાનેર તાલુકો એટલે અધિકારીઓને તો બસ મોજે મોજ અહીં કોઈપણ રાજકિય આગેવાન અધિકારીઓને કંઈ જ કહે નહીં અને લોકોને પરેશાની કે મુશ્કેલી માટે અહીં કોઈ લડત પણ ન થાય !! બસ અધિકારીઓ તેની ચેમ્બરમાં પૈળા પાથરીયા રહે, તેમની ફરજમાં બેદરકારી દાખવે, અહીં કોઈને કોઈ કહેવા વાળુ જ નથી એટલે અધિકારીઓને મોજે દરિયા જ છે !! શું અહીં થી વાંકાનેરનો એક પણ નેતા કયારે નીકળ્યો નહીં હોય? તેમને પણ આ અકસ્માત સર્જક ખાડો દેખાયો નહિ હોય? લોકોને આવા સવાલો કરતા આવડતું નથી એટલે અધિકારીઓ અને પદાધિકારીઓ પેઢી ગયા છે.

આ સમાચારને શેર કરો