Placeholder canvas

ચોટીલા: કાલે આપાગીગાના ઓટલે અષાઢી બીજ ઉજવાશે.

સમગ્ર ગુજરાતના સુપ્રસિઘ્ધ યાત્રાધામ શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા પાસે સંપૂર્ણ વર્ષ દરમ્યાન ગુરૂપુર્ણીમા, શ્રાવણ માસ, નવરાત્રી મહોત્સવ તેમજ અષાઢી બીજ વિગેરે ધાર્મીક પરંપરાઓ મુજબ ઉજવાતા રહે છે. તે પરંપરા મુજબ તા. 20-6, મંગળવાર અષાઢી બીજનો ઉત્સવ ભવ્યાતિ ભવ્ય તેમજ દિવ્યાતિ દિવ્ય રીતે સંતો મહંતો તેમજ ભકતોની હાજરીમાં ભગવાન જગન્નાથજીના જયધોષ સાથે સવારે 10 કલાકે ભુદેવો દ્વારા શોસ્ત્રોકતવિધીથી વૈદીક મંત્રોચાર સાથે ઘ્વજાજીનું પુજન કરી અને નેજો ચડાવવામાં આવશે.

ત્યારબાદ આવેલ સાધુ, સંતો, મહંતોની પંગત દ્વારા ભોજન મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવશે. જેમાં દરેક સાધુ, સંતો, મહંતો તેમજ ભાવીકજનો માટે અષાઢી બીજ નિમીતે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતુ હોય છે. અલગ અલગ મીઠાઇ તેમજ ફરસાણ, દાળ, ભાત, શાક, કઠોડ, રોટલી, રોટલા વિગરેેનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના માર્ગદર્શન હેઠળ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ જણાવેલ છે કે શ્રી આપાગીગાનો ઓટલો છેલ્લા એક દાયકાથી વધારે સમયથી 24 કલાક દરેક સમાજના લોકોને સંપૂર્ણ વિનામુલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થાઓ મળી રહે તેના માટે હર હંમેશા પ્રયત્નશીલ હોય છે. યાત્રાળુઓ વટેમાર્ગુઓ ભાવીકો સાધુ, સંતો, સેવકો માટે શ્રી આપાગીગાના ઓટલાના કે જયાં બંધ કરવા માટેનો દરવાજો જ નથી અને 24 કલાક માટે આ સંસ્થા ખુલ્લી જ હોય છે. કોઇપણ સમયે આવતા કોઇપણ લોકોને કોઇપણ જાતના જ્ઞાતિ-જાતિના કે પછી કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સંપૂર્ણ વ્યવસ્થાઓ સંપૂર્ણ પણે વિના મુલ્યે મળી રહે છે.

આ સમાચારને શેર કરો