Placeholder canvas

પેટ્રોલિંગ કરી રહેલા ટંકારા પોલીસને ફોન મળતા મુળ માલિકની ઓળખ કરી પરત કર્યો.

ટંકારા પોલીસ સ્ટેશનમાં PCR માં ફરજ બજાવતા ASI સી.કે.મકવાણા લજાઈ ચોકડી ઉપર પેટ્રોલિંગ કરી રહેલા ત્યારે કોઈનો કિમતી ફોન મળી આવ્યો હતો. જે અંગે પોલીસે મુળ માલિક ની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી ત્યારે હડમતીયા ગામના પ્રભુભાઈ અમરશીભાઈ ગનેશિયાનો હોવાનું જાણવા મળતા ખાતરી કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં pso વસંતભાઈ વધેરાની રૂબરૂમાં આપી એક પ્રમાણિક પોલીસ કર્મચારી તરીકે નું ઉદાહરણ પૂરું પાડેલ છે. આ કામગીરી બદલ પ્રભુભાઈએ ટંકારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો