Placeholder canvas

બોટાદ રેલવે સ્ટેશને ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં લાગી આગ…

એકસામટા 3 ડબ્બા આગમાં બળીને ખાખ

બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાની ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનાની મળેલી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઉપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 3 ડબ્બામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમાચારને શેર કરો