વાંકાનેર: ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટ પર ભાજપમાંથી સરપંચના પત્નીએ ફોર્મ ભર્યું.
વાંકાનેર: આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પરથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચના પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે.
વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પરથી આજે 12 વાગ્યાના વિજય મુહૂર્તમાં ચંદ્રપુર ગ્રામ પંચાયતના સદસ્ય અને ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ ના પત્ની દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા એ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટમાં માત્ર એક ગામ આવતું હોય આ તાલુકા પંચાયતની સીટની ચૂંટણી એ ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટણી જેવી જ બની રહે છે. થોડા સમય પૂર્વે જ ચંદ્રપુર ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચૂંટણીમાં હરિશ્ચંદ્રસિંહ ઝાલા સરપંચ પદે ચૂંટાયા હતા અને તેવો લગભગ છેલ્લા વીશેક વર્ષથી ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં આ પૂર્વે સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓએ સરપંચમા ચૂંટાતા સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેમની પેટા ચૂંટણીમાં તેમના પત્ની દક્ષાબેન હરિશ્ચંદ્ર સિંહ ઝાલા ચૂંટાઇ આવ્યા હતા. તેઓ હવે તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.