જોડિયાના રમણીક પઢીયારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફરમાવતી વાંકાનેર કોર્ટ
વાંકાનેરનાં સીંધાવદર ગામના ખુશ્બુ પોલ્ટ્રી ફિડએ જોડિયાના રમણીક પઢીયાર સામે ચેક રિટર્નનો વાંકાનેર કોર્ટમાં કેસ કર્યો હતો…
વાંકાનેર: સિંધાવદર ગામના પોલ્ટ્રીફાર્મના વેપારીના લેણા પેટે આપેલ રૂપિયા 1,48,970ની ચુંકવણી પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીક ચમન પઢીયારને એક વર્ષને વાંકાનેર કોર્ટે સજા ફરમાવી છે.
આ કેસની હકીકત કંઈક એવી છે કે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પોલ્ટ્રીફાર્મના વેપારી ખુશ્બુ પોલ્ટ્રીફાર્મને મરઘાના ખોરાકના લેણા પેટે તારીખ 4/8/2017 ના રોજ નો 1,48,970 રૂપિયાનો ચેક આપેલ હતો જે તારીખ 11/8/2017 ના રોજ રિટર્ન થતાં તે અંગેની ફરિયાદ ખુશ્બુ પોલ્ટ્રી ફિડે તેના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં આ જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીક ચમન પઢીયાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ કેસના આરોપી હાજર નહીં થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદી એ પોતાનો કેસ નિ:શંક પણે સાબિત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારુક એસ. ખોરાજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને આ કામના આરોપી રમણીક ચમન પઢીયારને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા 1,48,970 વાર્ષિક 9% લેખે વ્યાજ સહિત ચૂકવવાનો અને જો આ રકમ ન ચૂકવે તો આરોપીને વધુ છ માસની સજાનો હુકમ રાણા સાહેબની કોર્ટે કરેલ છે.
આ કેસમાં ફરિયાદી ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ વતી વકીલ તરીકે ફારુક એસ. ખોરજીયા અને નાસિર એમ જામ રોકાયેલા હતા.