વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરીમાં 27 રાઉન્ડ બાદ કોંગ્રેસના 7 અને ભાજપના 3 સભ્યો આગળ…

 

27 રાઉન્ડમાં 540 મતની ગણતરી પુરી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ની મતગણતરી આજે ગણતરી થઈ રહી છે જેમાં 27 રાઉન્ડના અંતે કોંગ્રેસના સભ્યો આગળ ચાલી રહયા છે.

ખેડૂત વિભાગમાં કુલ 671 મતમાંથી 653નું મતદાન થયું હતું, જેમાં 540 મતની ગણતરી પૂરી થઈ છે. છેલ્લે મળેલી માહિતી મુજબ હાલમાં કોંગ્રેસના 7 સભ્યો અને ભાજપના 3 સભ્યો આગળ ચાલી રહયા છે. કોંગ્રેસના શકીલ પીરઝાદા 266 મત સાથે સૌથી આગલ ચાલી રહયા છે. જ્યારે ઇસ્માઇલ કડીવાર 253 મત સાથે બીજા નંબરે છે.

આ સમાચારને શેર કરો